________________
૧૧૦
લે બિઝેરાહ કૉસેટે સિક્કો પોતાના કબજાના નાના ખિસ્સામાં મૂકી દીધો. પછી હાથમાં ડોલ ઊંચકીને તે ખુલ્લા બારણા સામું જોઈને ઊભી રહી, જાણે કોઈ સાથે આવવાનું હોય!
“તે જાને, ઊભી કેમ રહી છે, વકણ?” કૉસેટ બહાર નીકળી. બારણું બંધ થઈ ગયું.
બહાર પેલા દુકાનેવાળાના માંડવાએ દેવળથી માંડીને થેનારડિયરની વીશી સુધી પથરાયેલા હતા. મધરાતની પ્રાર્થનામાં દેવળે જનારા લોકોની અવરજવરને કારણે દુકાનવાળાઓએ કાગળનાં ફાનસમાં મીણબત્તી સળગાવી હતી. એમાંની છેલી દુકાન બાળકોનાં રમકડાંની હતી અને બરાબર થનારડિયરના બારણા સામે આવેલી હતી. તેને ભપકો જરા ઑર હતો. દુકાનની બરાબર આગળની બાજુએ એક સફેદ રૂમાલની ઉપર બે ફૂટ ઊંચી એક જંગી ઢીંગલી મૂકવામાં આવી હતી. તેનાં રંગબેરંગી કપડાં અને ઠઠારો આખો દિવસ જતાંઆવનાં નાનાં છોકરાંના આકર્ષણની એકમાત્ર ચીજ બની રહ્યાં હતાં. પરંતુ મોંટફરમેલ ગામની કોઈ મા તે ઢીંગલી ખરીદીને પોતાના ઇંતેજાર બાળકને ખુશ કરવા ઇચ્છે તેટલી તવંગર કે ઉડાઉ ન હતી. થેનારડિયરની બંને છોકરીઓએ દિવસ દરમ્યાન તેની સામું ટગર ટગર જોઈ રહેવામાં કલાકો ગાળ્યા હતા, અને કૉસેટે પણ આડુંઅવળું જોતાં જોતાં ગમે તે બહાને તેની સામે નજર કરી લેવાની હિંમત કરી હતી.
- રાત્રો જ્યારે હાથમાં ડેલ લઈ ધૃજતાં ધૃજતાં કૉસેટે શેરીમાં ડગ માંડયાં, ત્યારે એ ગમગીન સ્થિતિમાં પણ ઢીંગલી સામે નજર કર્યા વિના તે રહી શકી નહિ. તેણે તેનું નામ “મહારાણી' પાડયું હતું. આખા દિવસમાં અત્યારે જ આટલે નજીકથી નજર માંડીને તેના સામું જોવાને અવસર મળ્યો હતો, એટલે એ બિચારું બાળક ભાન ભૂલી ત્યાં ને ત્યાં સંભી ગયું.
તેવામાં કોસેટની બાબતમાં હંમેશ સતર્ક રહેતી થેનારડિયર બાનુએ બારણું ઉઘાડીને નજર કરતાં જ અભિમાનપૂર્વક ત્રાડ નાખી, “હું જાણતી જ હતી; ઊભી રહે દેડકી, તારું ગોળમટોળ માથું ડું ચપટું કરી આપું!”
કૉસેટ ડેલ લઈને નાઠી. બીજી એક દુકાન તરફ તેણે નજર કરી નહિ. પરંતુ છેલ્લી દુકાનનું અજવાળું બહારના અંધારામાં ઓગળી ગયું. ત્યારે અચાનક સામે ઊભેલા અને ખાવા ધાતા ઘોર અંધકારનું વિકરાળ નગ્ન સ્વરૂપ જોઈ, તે છળી ઊઠી. તેણે દૂર નજર કરી જોઈ, પણ કશું જ દેખાતું ન હતું, જે કોઈ આકૃતિ દેખાતી, તે પણ ઢગલાબંધ અંધકારથી વીંટળાઈને વિકરાળ રૂપે જ દેખાતી. કેસેટના પગ ભાંગી પડયા અને ડોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org