________________
અા હાથ “હા, હા, પાયું છે,” થનારડિયર બાનુએ એકદમ સીધે જ જવાબ આપી દીધું.
હું તમને કહું છું કે, નથી પાયું, બાન,” ફેરિએ કહેવા લાગ્યો.
કોસેટ ટેબલ નીચેથી બહાર સરકી આવી અને બોલી, “સાચી વાત છે સાહેબ! તમારો ઘેડે એક ડોલ ભરીને પાણી પી ગયો છે; મેં પોતે તેને પાણી પાયું છે..... !
આ વાત સાચી ન હતી.
આ જેને અંગુઠા જેટલી ઉમચી, ઝાડ જેટલું જૂઠું બોલે છે તે !” પેલે ખિજાઈ ઊઠ્યો. હું કહું છું કે તેને કોઈએ ટીપું પાણી પાયું નથી. તે જ્યારે તરસ્ય હોય છે ત્યારે કે હાંફે છે તેની મને બરાબર ખબર છે, ડાકણ.”
કેસેટ પિતાની વાતને વળગી રહી, અને ઠરડાયેલા અવાજે કરાંજતી કરાંજતી બોલી, “સાચું કહું છું; ઘોડાએ ખૂબ પાણી પીધું છે.”
“હવે મૂંગી મર,” પેલા ફેરિયાએ વિકરાળ બનીને કહ્યું, “મારા ઘોડાને અબઘડી પાણી પા.”
જવાબમાં કૉસેટ ટેબલ નીચે સરકી ગઈ.
“હા એમાં ખોટું શું છે?” બાનું બોલી, “જે જાનવર તરસ્યું જ હોય, તો તેને પાણી મળવું જ જોઈએ, વળી.” આમ કહી તે આસપાસ જોવા લાગી અને બોલી, “પેલી ડાકણ કયાં અલોપ થઈ ગઈ?”
કૉસેટ પોતાના ઘોલકામાંથી બહાર આવી. “અબઘડી ઘોડાને પાણી પાઈ દે.”
પાણી થઈ રહ્યું છે, બાન,” કૉસેટે પણ અવાજે જવાબ આપ્યો. * ધણીધણિયાણી બંનેએ એકી સાથે બારણું ઉઘાડી, બહાર આંગળી કરીને કહ્યું, “જા, ભરી લાવ.”
કેસેટને થેનારડિયર બાનુને મુક્કો માથા ઉપર તળાઈ રહેલે દેખાય. એક મુદ્દે વોલનટનું નાળિયેર ચપ્પટ બેસાડી દે એવી તેની ખ્યાતિ હતી, અને તેનો પરચો આંખ ઉપર હજી કૉસેટને તાજો જ હતો. - કૉસેટે પિતાનું માથું નીચું ઢાળી દીધું. અને ધુમાડિયા નજીકના ખૂણામાં પડેલી ડોલ હાથમાં લીધી. તે ડોલમાં તે પોતે આખી સમાઈ રહે! થનારડિયર બાનુએ એક ખાનામાંથી ફેસીને પંદર સુ-નો સિક્કો તેના તરફ ફેંકીને ઉમેર્યું, “આમ જે, પાછી ફરે ત્યારે ભઠિયારાને ત્યાંથી એક પાંઉ લેતી આવે, દેડકી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org