________________
હતું બાનુ એ બતાવીને વારંવાર કહ્યા કરતી હતી, “જુઓને આ કાળમુખી ! જાણે નરી વકણ!”
અચાનક ચાર નવા મહેમાન આવી ચડયા. કેસેટ ટેબલની નીચે બેઠી બેઠી કંપી ઊઠી.
વાત એમ હતી કે, મેંટફરમેલ ગામ ઊંચાણ ઉપર આવેલું હોવાથી ત્યાં પાણીનું દુઃખ ભારે હતું. સામી ભાગોળવાળા લોકોને થોડે દૂર જંગલમાં આવેલાં તળાવડાંમાંથી પાણી ભરી લાવવું પડતું અને આ ભાગોળવાળાઓને ગામથી દૂર પાએક કલાકને રસ્તે આવેલા ઝરામાંથી ભરી લાવવું પડતું. પાણી ભરનારે ભિરતી ઉનાળામાં સાત વાગ્યા સુધી અને શિયાળામાં પાંચ વાગ્યા સુધી જ પાણી ભરતા; અને એક વાર રાત પડી ગઈ, એટલે પછી જેને ત્યાં પાણી ન હોય તેણે કાં તે જાતે ભરી લાવવું પડે, અથવા પાણી વિના જ ચલાવવું પડે. કૉસેટ થનારડિયરોને બે રીતે ઉપયોગી થઈ પડી હતી
– તેઓ તેની મા પાસેથી પૈસા પડાવતાં, અને છોકરી પાસે કામ લેતાં. માએ પૈસા મોકલવાનું બંધ કર્યું, ત્યારે પણ તેઓએ કૉસેટને રાખી ખરી, પણ નકરની જગાએ. એ હોદ્દાની રૂએ, જ્યારે પાણીની જરૂર પડે, ત્યારે એને જ પાણી લેવા જવું પડતું.
એટલે, અત્યારે અચાનક આટલા મહેમાને આવેલા જોઈ, કોસેટને ફિકર થઈ આવી. ટાંકીમાં પાણી થઈ રહેવા આવ્યું હતું. આ અંધારી રાતે એકલા પાણી ભરવા ઝરા સુધી જવાની વાત કલ્પનામાં પણ લાવવી મુશ્કેલ. પરંતુ આ ઘરમાં તેને માથે ન વીતી શકે એવું કશું જ બાકી રહ્યું ન હતું, એટલે તે ગભરાઈ ઊઠી.
થનારડિયર બાનુએ, જમનારા મહેમાને વધેલા જોઈ, અંગારા ઉપર ખદબદતા હાંડાનું ઢાંકણ ઉઘાડવું અને પછી પાણીનું પવાલું હાથમાં લઈ ટાંકીની ચકલી ખેલી. ચકલીમાંથી પાણીની નહિ જેવી ધાર ટપકવા લાગી. તે જોઈને તે બોલી ઊઠી, “લે! પાણી જ નથી ને!”
કૉસેટની છાતી બેસી જવા લાગી. પણ એટલામાં અધું ભરાયેલું પવાલું લઈ બાનું બોલી ઊઠી, “ઠીક, અત્યારે તે ચાલશે.” આ વીશીમાં બીજું જ પીણું વધુ પિવાનું.
કૉસેટે પોતાનું કામ પાછું શરૂ કર્યું, પણ પાએક કલાક સુધી તેની છાતીને ધબકારો બેઠો નહિ. તેવામાં એ વીશીમાં ઉતરે એક ફેરિયો ત્રાડ નાખતો અંદર આવ્યો અને બોલ્યો –
મારા ઘોડાને કોઈએ પાણી પાયું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org