________________
પાણીની સપાટી ઉપર ક્યાંય જરાસરખું જે પણ થયું નહીં. '
લોકોએ બિલાડા બાંધેલાં દોરડાં વડે ચારે તરફ ખેંચાખેંચ કરી મૂકી; પણ રાત પડી ગઈ ત્યાં સુધી તેનું મડદું હાથ જ ન આવ્યું. બીજે દિવસે ટુલના છાપામાં નીચેની લીટીઓ છપાઈ – - " નોં૦ ૧૭, ૧૮૨૭– ગઈ કાલે “ઓરાયન' જહાજ ઉપર એક કેદી જહાજમા ખલાસીને બચાવીને પાછો ઊતરતે હતો તેવામાં દરિયામાં પડીને ડૂબી મૂઓ. તેનું મડદું હાથ લાગ્યું નથી; હક્કાને છેડે આવેલા ઢગલા
માં ક્યાંક તે અટવાઈ ગયું હશે એમ માનવામાં આવે છે. એ કેદીને નંબર ૯૪૩૬ હતું, અને તેનું નામ ‘જીન વાલજીન હતું.”
અજા હાથ ૧૪૨૩ ની નાતાલ ફરમેલ ગામમાં ખુશનુમા રીતે શરૂ થઈ હતી. શિયાળે ધીમેથી બેઠા હતા અને બરફ કે ધૂમસે દેખા દીધી ન હતી. જંગલની વચ્ચે આવેલું એ ગામ સામાન્ય રીતે ધાંધળ કે ધમાલ વિનાનું પોતાનું ગામઠી જીવન એકધારી રીતે વ્યતીત કરતું. પરંતુ નાતાલના તહેવાર નિમિત્તે ડાઘણા ખેલાડીઓ તથા મેળાની દુકાનવાળાઓએ આવીને પિતાના ડેરા-તંબૂ ઉભા કરી દીધા હતા, અને એથી ગામના નીરવ જીવનમાં તહેવારને થોડોક ચમકારો આવી ગયો હતે.
દેનારડિયરની વીશીમાં, નાતાલની રાણે, કેટલાક ગાડાવાળા તથા ફેરિષા વગેરે માણસે ટોળે વળી ચાર-પાંચ મીણબત્તીના પ્રકાશની આસપાસ પ્યાલાને સહારે દિલમાં અને વાતોમાં ગરમાવો લાવતા બેઠા હતા. જેનારડિયર બાનુ સળગતા અંગારા ઉપર તૈયાર થતું વાળનું સંભાળતી હતી, અને તેને પતિ મહેમાનોને પીવામાં સાથ આપવાનું અને રાજકારણ ચર્થવાનું કામ કરતો હતે.
કૉસેટ તેની રોજની જગાએ – એટલે કે મોટા ટેબલ નીચે, ધુમાડિયા તરફ, ભૂલાને અજવાળે, બેઠી બેઠી થનારડિયરની બે છોકરીઓ માટે માં ગૂંથતી હતી.
તેની આંખ ઉપર થનારડિયર બાજુએ થોડા વખત ઉપર જોરથી મુક્કો મારે તેનું કાળું લોહી જામી જઈ, ગોળ ચકામું થઈ આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org