________________
લે સિઝેરાલ્ડ જીવનમરણ વચ્ચે ઝેલાં ખાતા થયા હતા. પેલો કેદી પાતળા તાંતણા ઉપર માખી પકડવા સરકતા કરોળિયા જેવો લાગતો હતો; પણ આ દાખલામાં કરોળિયો મોતને બદલે કદાચ જીવન લાવ હ. દસ હજાર આંખ એ જગાએ મીટ માંડી રહી હતી; એક શબ્દ પણ સંભળાતે રહેતો; દરેકના મેને શ્વાસ થંભી ગયો હતેા – જાણે કે એ બે કમનસીબ માનવીને કંપાવતા પવનમાં સહેજ પણ ઉમેરો ન થાય! દરમ્યાન પેલો કે ખલાસીની નજીક જઈ પહોંચ્યો હતે. એ ખલાસી ની હવે આખરી ક્ષણ જ આવી લાગી હતી, કારણ કે તેના હાથ હવે વધુ એક ક્ષણ પણ દેરડું પકડી રાખી શકે એમ રહ્યું ન હતું. પેલા કેદીએ પોતાના દેરને છેડો એ ખલાસીને ગાંઠવા માંડયો. એક હાથે તેણે દોરડું પકડયું હતું અને બીજા હાથે તે આ કામ બની શકે તેટલી ઝડપથી પતાવતે હો. થોડી વાર બાદ તે પાછો કઠારા તરફ ઊંચે ચડવા લાગ્યો. ત્યાં પહોંચતાંવેત તેણે દોરડું ખેંચી પેલા ખલાસીને ઉપર તાણી લીધો, અને થોડી વારમાં તે તેને હાથમાં ઊંચકી ટોચ ઉપરના તેના સાથીઓ ભેગો કરી દીધો. નીચે ઊભેલા ટોળાએ તાળીઓ પાડી તેને વધાવી લીધો, અને સાંકળે જડેલા કેદીઓના કેટલાય જના જમાદારોની આંખમાં આંસુ આવી ગયાં. સ્ત્રીઓ એકબીજીને વળગીને ડૂસકાં ભરવા લાગી અને ચારે તરફથી એકી અવાજે એક જ પોકાર ઊઠડ્યો કે, “આ કેદીને છોડી મૂકવો જોઈએ.”
પરંતુ પેલા કેદીએ તે તરત જ પિતાને કામે પાછા ઊતરી જવાનું જ નિરધારેલું હતું, અને એમ વધુ જલદી થઈ શકે તેટલા માટે તે ઉપરના કઠેરા પાસેના દોરડા ઉપરથી સરકતો સરકતો નીચેના કઠેરા તરફ આવવા લાગ્યો. બધાની આંખો પણ તેની પાછળ પાછળ જ સરકતી હતી; એવામાં અચાનક ઓં ચોંક્યા. કારણ કે અધવચ એક જગાએ આવતાં તે કંઈક ખચકાયો અને થાક કે તંમરને કારણે લથડિયું ખાઈ ગયો. આખું ટેનું એકી સાથે એક કારમી ચીસ પાડી ઊઠયું– પે કેદી દરિયામાં પડી ગયા હતા. અને તે પડ્યો પણ કેવી જોખમભરેલી જગાએ ! કારણ કે તે તરફ એક બીજું વહાણ “રાયન’ની નજીક જ લાંગરેલું હતું, અને પેલો કેદી બરાબર એ બેની વચ્ચે જ પડયો હોવાથી એ બેમાંના એક જહાજ તળે જ તેની કાયમની જળવ્યા થવાની એ નક્કી જ હતું. ચાર માણસો ઝપાટાભેર એક હોડી લઈને ઊતરી પડયા. ટેળાએ તેમને પોતાનાથી બનતા બધા અવાજે કરીને સારી પેઠે બિરદાવ્યા. પરંતુ પેલો માણસ પાછો બહાર નીકળે જ નહિ; અને જાણે તેલના કપામાં ગરકી ગયો ગયો હોય તેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org