________________
કૂખે લગોલગ આવી પૂગી હતી, અને પ્રેક્ષકોમાંના ઘણા તો એ કાર બનાવ નજરે જો ન પડે તે માટે આવું પણ જોવા લાગ્યા હતા. કેટલીક પળો એવી હોય છે કે જ્યારે એક દેરડું, વળો કે ઝાડની ડાળી જીવનના એકમાત્ર આધારરૂપ બની જાય છે; પરંતુ એક જીવતે માણસ હાથમાંને આધાર છોડી દઈ પાકા ફળની પેઠે મોતના મુખમાં તૂટી પડે, એ કારમું દૃશ્ય ભાગ્યે કોઈથી જોયું જાય.
એટલામાં અચાનક એક માણસ ખિસકોલીની ચપળતાથી કૂવાથંભના તાણિયા ઉપર ઊંચે ચડતો દેખાયો. તેનાં કપડાં રાતા રંગનાં હતાં એટલે તે સજા પામેલે ગુનેગાર હતો એ નક્કી હતું, અને તેના માથા ઉપર લીલી ટોપી હતી એટલે તે જીવનભરની સજા પામેલ હતે એ પણ સ્પષ્ટ હતું. તે ટોચે પહોંચ્યો એવામાં પવનના ઝપાટાથી તેની ટેપી ઊી ગઈ, અને તેનું સફેદ માથું ખુલ્લું થયું. અર્થાત તે જુવાન પણ નહોતે.
વાત એમ બની હતી કે ભૂતક ઉપર કેદની સજાની કામગીરી બજાવતે એક કેદી, પહેરા ઉપરના અમલદાર પાસે એકદમ દોડી ગયો, અને ચારે બાજુ મચી રહેલા ધાંધળ અને ધમાલની વચ્ચે, તથા બધા જ ખલાસીઓ
જ્યારે ધ્રુજીને પાછા પડતા હતા ત્યારે તેણે પેલા લટકતા ખલાસીને બચાવવા પિતાના જાનના જોખમે પહોંચી જવાની પરવાનગી માગી. પેલા અમલદારે
હા” કહેવા ડોકું હલાવવાની સાથે પેલાએ હથોડાના એક ટકાથી પોતાના પગ ઉપરની સાંકળ છૂટી કરી દીધી અને એક દોરડું સાથે લઈ તે ઊંચે ચડવા પણ લાગી ગયો. એ સાંકળ કેટલી સહેલાઈથી તૂટી ગઈ હતી તે તરફ એ વખતે કોઈનું ધ્યાન ગયું ન હતું. એક સેકંડમાં તો તે ટોચ ઉપરના કઠારાએ પહોંચી ગયું. ત્યાં પહોંચ્યા પછી તે જાણે આજુબાજુ નજર કરતો હેય તેમ થોડી વાર ઊભે રહ્યો. આ થોડીક ક્ષણો દરમ્યાન પેલે લટકત ખલાસી તે પવનના દરેક સુસવાટા સાથે વધુ ને વધુ હીંચ્યા કરતો હતો અને તેની તરફ નજર કરી રહેલા નીચેના લોકોને તે એ પળે યુગ જેવડી લાગતી હતી. છેવટે પેલા વહારે ચડેલા કેદીએ પોતાની આંખે આકાશ તરફ ઊંચી કરી અને એક ડગલું આગળ ભર્યું. ત્યાર પછી તે કઠારાની ચોગરદમ ઝડપથી ફરી વળ્યો અને એક જગ્યાએ આવી તેણે પોતાની સાથેના દોરડાને એક છેડો ગાંઠયો. બીજો છેડો તેણે પેલા લટકતા માણસ તરફ લટકતો નાખ્યો અને તે જ દોરડાને આધારે એક પછી એક મૂઠી ભરીને - તેણે નીચે ઊતરવા માંડ્યું. આ દૃશ્યથી તો નીચે ઊભેલા લોકોમાં કારમી વેદનાનું નવું મોજું ફરી વળ્યું – કારણ કે હવે એક માણસને બદલે બે માણસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org