________________
લે મિરાપ્ત તેમાં પૈસા જ હોવા જોઈએ. બુલાટૂલ ચારે તરફ આખું જંગલ ફેફસી વળે, અને ખાસ કરીને જયાં જમીન તાજી ખેદેલી જણાઈ ત્યાં. પરંતુ ક્યાંય કશું હાથ લાગ્યું નહિ.
૨૨
એ જ ૧૮૨૩ ના વર્ષના ઓકટોબર માસના અંતભાગમાં કુલ બંદરના રહેવાસીઓએ ભારે તોફાનમાં નુકસાન પામેલા લડાયક જહાજ
રાયન ને સમારકામ માટે બંદરમાં દાખલ થવું જોયું. બંદરમાં લશકરી જહાજનું આવવું એ કેણ જાણે બંદરના રહેવાસીઓને મન કોઈ અનેરે. બનાવ હોય છે; અને “રાયન’ના દાખલામાં પણ તેના પ્રેક્ષકોની ભીડ સવાર-સાંજ ડક્કા ઉપર કાયમ રહેવા લાગી.
એક સવારે બંદર ઉપરના પ્રેક્ષકોના ટોળાએ એક અકસ્માત થતા જો. ખલાસીએ જહાજના સઢ બોલતા હતા, તે વખતે ટોચે આવેલા સઢના ઉપરના છેડાને પકડનાર ખલાસી અચાનક લથડ્યો અને નીચે મોંએ પાણી તરફ પડવા લાગ્યો. એવામાં અચાનક તેના એક હાથમાં એક દોરડાને છેડે આવી ગયો. પછી તે બંને હાથે તે અધવચ લટકવા લાગ્યો. તંમર ચડી જાય એટલી ઊંડાઈએ તેની નીચે દરિયાનું પાણી હેલારા લેતું હતું, અને પકડતી વખતે લાગેલા આચકાથી દેરડું પણ ખૂબ હિલોળા લેતું હતું. કિનારા ઉપરનાં માણસનાં મોંમાંથી એકી સાથે એક તીણી ચીસ નીકળી પડી. તે માણસની મદદે જવું એ એવું ગાંડપણભર્યું જોખમ કહેવાય કે વહાણના કે આજુબાજુથી કામે આવેલા ખલાસીએ કે માછીઓમાંથી કોઈને તેની મદદે પહોંચવાને ખ્યાલ સુધ્ધાં આવ્યો નહિ. પિલા લટકતા ખલાસીના હાથ હવે થાકતા જતા હતા. તેની આખરી વેદનાનો ભાવ તેના મોં ઉપરથી તે દેખી શકાય તેમ ન હતું, પણ તેના બધા અવયવ અને લાંબા થઈ ગયેલા હાથો ઉપરથી તેની સહનશાક્તની હદ આવી રહેલી બરાબર કલ્પી શકાતી હતી. હાથના રહ્યાસહા જોરથી તે દોરડાને આધારે ઊંચે ચડવા પ્રયત્ન કરતે, પણ તેથી તે ઊલટું દેરડું વધારે ઝૂલવા લાગતું. બૂમો પાડવાથી પોતાનું જોર વહેલું ખરચાઈ જશે એ બીકે તે બૂમ પણ પાડી શકતો નહોતે. તેના હાથમાંથી દોરડું છૂટવાની આખરી ઘડી હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org