________________
૧૦૩
મેંટફરમેલનું ભૂત થેનારડિયરે હુંકારા ભણીને જવાબ વાળ્યો, “ચાલો ને આપણે દારૂની રીત જ અજમાવી જોઈએ!”
તેઓએ એ રીત અજમાવી પણ ખરી. બુલાલે સારી પેઠે દારૂ પીછે પરંતુ એના ભેજથી પણ તેની જીભ એક જ છૂટી ન થઈ. પછી જરા વધુ આગ્રહ કરીને એ જ માર્ગે આગળ વધતાં તેના મોંમાંથી નીકળેલા છૂટાછવાયા શબ્દો ભેગા કરીને તેઓ જે માહિતી ભેગી કરી શક્યા, તે આ હતી:
એક વહેલી સવારે બુલાટુંબ પિતાને કામે જતા હતા તેવામાં તેણે એક ઝાડવામાં કોઈએ સંતાડેલાં પાવડો અને કોદાળી જોયાં. કદાચ ભિતીકાકાએ એ બધું ત્યાં મૂક્યું હશે, એમ માની તેણે તેને તે વખતે તે વિશેષ ખ્યાલ ન કર્યો. પણ તે જ દિવસની સાંજે બુલાલ એક ઝાડ પાછળ ઊભો હતો, તેવામાં તેણે એક “માણસ” કે જે આ તરફનો ન હતો, પણ પોતે જેને બરાબર ઓળખતો હતે, તેને જંગલના એક નિર્જન ભાગ તરફ જતો જોયો. થેનારડિયરે એ વાક્યને અર્થ કરી લીધું કે એ માણસ બુલાટૂલને વહાણ ઉપરની સજા વખતને કોઈ સાથી હોવો જોઈએ; પણ બુલાટૂલે તેનું નામ કહેવાની સાફ ના પાડી. એ માણસ પાસે એક પેટી કે ગલ્લા જેવું ચેખડું પોટલું હતું. બુલાલને ખૂબ નવાઈ લાગી. પરંતુ તેને એ “માણસ ની પાછળ જવાને વિચાર દશેક મિનિટ બાદ જ ખુર્યો. એટલામાં તે પેલે માણસ ગાડીમાં કયાંક ઊંડે ચાલ્યો ગયો હતો. રાત પડી ગઈ હોવાથી બુલાટૂલ ફરી તેનો પત્તો મેળવી ન શક્યો; પરંતુ પછી તેણે ઝાડીમાંથી નીકળવાના રસ્તા ઉપર દેખરેખ રાખવાને વિચાર કર્યો. બે ત્રણ કલાક બાદ પેલે માણસ પાછો આવ્યો ખરો, પણ તેની પાસે પેલું પોટકું ન હતું, માત્ર પાવડો અને કેદાળી હતાં. બુલાલે તેને પસાર થવા દીધો; તેને બોલાવ્યો નહિ. કારણ કે, પેલો માણસ તેના કરતાં ત્રણેક ગણો બળવાન હતું, અને તેના હાથમાં કોદાળ હતો એટલે પોતાને ઓળખાઈ ગયેલે જોતાંવેંત તે એના માથાનાં બે ફચાડિયાં જ કરી દે! બે જૂના સાથીઓ અચાનક ભેગા થાય ત્યારે જૂની ઓળખ તાજી કરવાને ભારે વિચિત્ર રસ્તા! બુલાદલને તરત પિતે સવારે જોયેલ કોદાળી-પાવડો યાદ આવ્યાં. બીજે દિવસે વહેલી સવારે જ તે પેલા ઝાડવા પાસે ગયો, તો ત્યાં કોદાળી કે પાવડે કાંઈ ન મળે. જરૂર પેલા માણસે એ જ કેદાળી પાવડા વડે ક્યાંક ખાડે ખોદીને પોતાની પેટી દાટી હોવી જોઈએ, અને એ પેટી મડદુ સમાઈ રહે તેવી મોટી તે ન જ હતી, એટલે જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org