________________
३०२
લે મિરાન્ડ કસેટ એ શબ્દોના દર્શન પછી, પહેલાંની કૉસેટ ન રહી. તે જલ્દી જ બની ગઈ. નામઠામ વિનાના એ પત્રો હોવા છતાં, તે એ પત્રો લખનારને
– તેના હાથને – અરે તેના અંતરને પ્રત્યક્ષ જોઈ શકવા લાગી. એ કાગળો કબરમાં પગ મૂકીને અને સ્વર્ગમાં આંગળી રાખીને લખાયેલા હતા. કાગળ ઉપર શબ્દો પડ્યા ન હતા, એ તો કોઈને અંતરાત્મા જ ટીપાં રૂપે ટપકી પડ્યો હતો.
એ કાગળો લખનાર ઇ જ હતો! એણે તેને શોધી કાઢી હતી. તે પિતે શું એને ભૂલી ગઈ હતી? ના કદી નહિ! તે હંમેશ એને જ ચાહતી આવી છે. અંગારા ઉપર માત્ર થોડો વખત રાખ છવાઈ ગઈ હતી; પણ એની યાદ અંતરમાં વધુ ઊંડી ઊતરી હતી. પણ એ અંગારો હવે આગ બનીને તેના આખા વ્યક્તિત્વમાં ભભૂકી ઊઠયો. એ પત્રો તેના અંતરને પ્રજવલિત કરનાર ચિનગારી રૂપ બન્યા. જો તેના અંતરની આગ ઠરી જ ગઈ હોત, તે આટલી ચિનગારીથી તે પ્રગટી ન ઊઠત. માનવ અંતરનાં બધાં પડ ચેતન છે, જેટલું ઉપરનું તેટલું જ ઊંડામાં ઊંડું પણ.
હા, હા, આ તેના જ પત્રો હતા. મેં તેની આંખમાં આ બધું ક્યારનું વાંચ્યું હતું,” કોસેટ વારંવાર રટવા લાગી.
ત્યાં ઊભા રહીને ત્રણ વખત બધા પત્રો વાંચ્યા પછી, શેરીના વટેમાર્ગુઓની નજરોથી બચવા તે ઘર તરફ પાછી વળી. હવે બીજા કોઈની આંખે પોતાની ઉપર પડે છે તેનાથી સહન થાય તેમ રહ્યું નહિ.
વારંવાર વાંચી વાંચી બધાં વાક્યા તેને લગભગ મોઢે થઈ ગયાં.
જ્યારે સાંજ પડી, ત્યારે જીન વાલજીન બહાર ફરવા ચાલ્યો ગયો. કૉસેટે હવે પોશાક બદલવા માંડયો. માથાના વાળ તેના ચહેરાને વધુમાં વધુ શોભે એ રીતે તેણે એળ્યા. તે શું બહાર જવાની હતી? હરગિજ નહિ.
કોઈ તેની મુલાકાતે આવવાનું હતું? હરગિજ નહિ.
અંધારું થવા લાગ્યું એટલે તે બગીચામાં ગઈ. ટુ ડોસી રસોડામાં કામે વળગેલી હતી.
કૉસેટ બગીચામાં આમ તેમ ટહેલવા લાગી. જે ડાળીઓ બહુ નમી ગયેલી હતી, તે બધીને તેણે હાથ વડે આમ તેમ ખસેડી નાખી.
આમ કરતાં કરતાં તે પેલી બેઠકે પહોંચી. પેલો પથ્થર હજુ ત્યાં પડેલો હતે.
બેઠક ઉપર બેસીને તેણે પોતાનો હાથ પેલા પથ્થર ઉપર ફેરવવા માંડ્યો. જાણે તે એનો આભાર માનતી હોય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org