________________
એ પછીની કેસેટ અચાનક તેને લાગ્યું કે, તેની પાછળ કોઈ ઊભું છે. તેણે ડોક ફેરવીને જોયું અને પછી તે એકદમ ઊભી થઈ ગઈ. તે ત્યાં ઊભો હતો.
તેનું માથું ખુલ્યું હતું તે ફી અને દૂબળ દેખાતે હતો. તેના ચહેરાની અનુપમ મધુરતાની પાછળ મૃત્યુ અને અંધકારની આભા દેખા દેતી હતી. તેના ચહેરા ઉપર વિદાય થતા દિવસને અને વિદાય થતા આત્માને ઝાંખા પ્રકાશ હ.
તે હજુ છેક ઓળારૂપ બની ગયેલે નહતા લાગતે, તેમ જ જીવતા માણસરૂપ પણ નહોતું લાગતું.
તેને ટોપે થોડે દૂર એક ઝુંડ આગળ પડ્યો હતો. '
કૉસેટ બેભાન થઈ જવાની અણી ઉપર આવી ગઈ; પણ તેણે ચીસ ન પાડી. તે ધીમે ધીમે પાછી ખસવા લાગી, કારણ કે તે આગળ ખેંચાતી જતી હતી. પેલો સ્થિર જ ઊભો રહ્યો.
કૉસેટ પાછળ ખસતી ખસતી એક ઝાડ સાથે અથડાઈ. તરત તે તેને અઠીંગીને ઊભી રહી. એ ઝાડ જો ન હોત, તે તે ક્યારની ગબડી પડી હોત.
એવી અર્ધ બેભાન અવસ્થામાં તેણે એક ધીમે મંદ અવાજ સાંભળ્યો : “હું અહીં આવ્યો છું તે બદલ માફ કરજો. મારું હૃદય ફાટી પડે છે. હું જે રિથતિમાં છું તે સ્થિતિમાં લાંબું જીવી શકું તેમ રહ્યું નથી, એટલે હું આવ્યો છું. મેં આ બેઠક ઉપર મૂકેલા કાગળ તમે વાંચ્યા? મારાથી બી જશે નહિ, લક્ષમબર્ગમાં એક વખત તમે મારી તરફ નજર નાખી હતી, એ તમને યાદ છે? એક વરસ થશે. ઘણા વખતથી હું તમને નજરે જોઈ શકયો નહોતો. મને તમારા ઠેકાણાની જ ખબર ન હતી: તમે ઘર બદલીને ચાલી ગયાં હતાં. હું રાતે અહીં આવું છું. બીશ નહિ. મને કોઈ જોતું નથી. હું બારીમાંથી નજીક રહીને તમને જોવા માટે આવું છું; તમારે કાને ન પડે તે રીતે ધીમે પગલે ચાલું છું. કદાચ તમે બી જાઓ, એટલે. પેલી સાંજે હું તમારી પાછળ આવીને ઊભો રહ્યો હતો. તમે પાછું વળીને જોયું કે તરત હું ભાગ્યો. એક વખત તમને ગાતાં મેં સાંભળ્યાં. મને કેટલો બધો આનંદ થયો! હું બહાર રહીને સાંભળું તેથી તમને દખલ થાય છે? તમને તેનાથી કશું નુકસાન થવાનું નથી. હું તમને મારાં દેવદૂત માનું છું; મને કોઈ કોઈ વાર અહીં આસપાસ આવવા દેજો. મને લાગે છે કે હું બહુ જીવવાનું નથી. તમને ખબર નથી પણ હું તમને પૂછું છું. મને માફ કરો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org