________________
૩૦૧
એ પછીની કોસેટ એક વિચિત્ર વસ્તુ બની છે. તું જાણે છે? હું અંધારામાં આવી પડ્યો છું. એક વ્યક્તિ એવી છે જે ચાલી ગઈ છે અને આકાશના પ્રકાશને પોતાની સાથે લેતી ગઈ છે.'
અરે! એક જ કબરમાં પડખે સૂતાં હોઈએ, અને અંધારામાં એક જ આંગળી અવારનવાર સ્પર્શવાની મળે, એટલુંય મારી અમરતા માટે બસ છે.'
પ્રેમના પીડિત, હજુ વધુ પ્રેમ કરો! પ્રેમ કરતાં કરતાં મરી મટવું, એ જ સાચું જીવન છે.'
“મને એક જુવાનિયો શેરીમાં મળ્યો; તે પ્રેમમાં પડેલો હતો. તેને ટોપે જ થઈ ગયો હતો. તેને કોટ ચીંથરેહાલ હતો. કોણી આગળ ભગદાળાં જ હતાં. તેના જોડામાં થઈને પાણી પેસતું અને તેના આત્મામાં થઈને તારાઓ!
- “આપણે કોઈના પ્રેમપાત્ર બનીએ એ કેવી ભવ્ય વસ્તુ છે? પણ કોઈને આપણે પ્રેમ કરે, એ તેના કરતાં પણ વધુ ભવ્ય વસ્તુ છે. પ્રેમને
સ્પર્શ થતાં હૃદય મહાન બની જાય છે. પછી નાની તુચ્છ વસ્તુઓમાં તે રાચતું નથી.' '
કોઈ પ્રેમ કરનાર ન હોત, તે સૂર્ય બુઝાઈ ગયો હતો.
૭૫
એ પછીની કૉસેટ કોસેટને આ કાગળના અક્ષર પ્રકાશનાં કિરણ થઈને વીંધી ગયા. તેના અંતરના પ્રેમને જાણે એ કાગળ વાચા આપતું હતું. જે બધું તેના હૃદયમાં ગૂઢ અનુભવ – ગૂઢ વેદના–રૂપે હતું, તે હવે શબ્દ રૂપે પ્રગટ થયું. અહા, શબ્દ એ હૃદયના બધા ભાવોને કે મૂર્તિરૂપ છે! શબ્દ રૂપી એ મૂર્તિ બધા ભાવોને કેવા જીવંત બનાવી મૂકે છે! શબ્દ અને ભાવ! ભાવ અને શબ્દ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org