________________
૪
હું સિઝરાજ્ય
પણ પરાક્રમરૂપ જ ગણુ! મારે આશરે મારે નામે આવેલા એ બાળકને હું ફેંકી નહિ દઉં. તરત તેમણે એ બાળકને ઉછેરવાની ઘરની દાસીને
આશા કરી.
પણ બીજે વરસે મેગ્નાન બાઈ બીજો નવા જન્મેલા છેકરો લઈને તે જ પ્રમાણે આવી. આ વખતે ડોસાએ જુદા ફેંસલા વિચાર્યુ. તેમણે તે બંને કરા મૅગ્નેાનને પાછા સોંપ્યા અને મહિને એંસી ટ્રાંક તેમના ઉછેર માટે તેને જ આપવાનું સ્વીકાર્યું. શરત એ હતી કે, હવે તેણે આ કરામત ફરી પાછી અજમાવવાનું બંધ કરવું.
મૅગ્નાનને એ ફ્રાંક માઁ. લેનેર્મન્ડના ભાડું ઉધરાવનાર મુનીમ માં, બાર્જ નિયમિત આપી જતા. એક વખત પૅરિસમાં મરકી ફાટી નીકળતાં મૅગ્નાનના બંને છોકરા મરી ગયા. એ છેાકરાઓને દાટી દેતાં એસી ફ઼ાંકની માસિક આવક પણ દટાઈ ગઈ. પણ થેનાડિયર કુટુંબને પાંચ છેકરાં થઈ ગયાં હતાં : બે દીકરી અને ત્રણ દીકરા. થેનારડિયર-બાનુ તેની દીકરીએની જ મા હતી; છેાકરાઓને તે તે પેટે પડેલા કરમિયા જ ગણતી. ‘હું એ ભૂંજરને શું કરું' એમ જ તે બાલ્યા કરતી. મૅગ્નાને થેનારડિયર-બાનુ પાસે તેના છેલ્લા બે છેકરા માગી લીધા. કોણ જાણવાનું હતું કે, પહેલાં હતા એ જ છે કે બીજા નવા બે છે ? થેનારડિયર-બાનુએ પણ ‘બલા ટળી’ કરીને બંને છોકરા તેને તરત આપી દીધા. પણ થેનારડિયર પાકો માણસ હતા. તેણે પેલા એસી ફ઼ાંકમાં દશ ડ્રાંકને ભાગ પડાવ્યા. ‘પેાતાના સગા છેકરા કંઈ ઉકરડે નાખી દીધા હોય તેમ મત આપી દેવાય છે?' એવી તેણે દલીલ કરી.
મૅગ્નાન એક અંગ્રેજ ચારને રાખીને રહેતી હતી. બર્મી રીતે તે ઠાઠથી રહેતી અને પેલા કાને ખાવા-પીવા-પહેરવાનું દુ:ખ નતું. ગેોચ કે તેની બે બહેને ને તે પેાતાને બીજા બે નાના ભાઈ હતા કે નહિ તેની ખબર પણ ન રહીં : બહેને ને જાણવાની દરકાર ન હતી અને ગેલ્રોચ કયારને ઘર ાડી ગયા હતા.
પણ ગુનેગારની દુનિયામાં એકસરખું કશું ાલતું રહેતું નથી. જોન્ડ્રેટ કુટુંબની ધરપકડ જેવા બનાવ, આસપાસની બીજી ઘણી પોલીસતપાસેાનું કારણ બને છે; અને તળાવમાં પડેલા પથરાની પેઠે અનેક વમળે આસપાસ ઊભાં કરે છે. એટલે એ બનાવથી ઊભી થયેલી પોલીસની ઝપટામાં ૉગ્નાનનું આખું કુટુંબ આવી ગયું. પેલા બે છોકરા તે વખતે બહાર રમતા હતા. જ્યારે તે ઘેર પાછા ફર્યા, ત્યારે ઘર
ખાલી હતું અને બારણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org