________________
૪૯
ઉષાનું પ્રાગટય એક વર્ષથી વધુ વખત થયાં, મેરિયસ લક્ષમબર્ગ બગીચાના એક એકાંત વિભાગ તરફ રોજની ટેવ મુજબ ફરવા જતો ત્યારે, તે વિભાગમાં પણ એક એકાંત જગાએ એક માણસને તથા તેની દીકરીને એક જ બાંકડા ઉપર રોજ આવીને બેઠેલાં છે. માણસ સાઠેક વર્ષનો હતો, અને તેને દેખાવ ગંભીર તથા ગમગીન કહેવાય તે હતે.
પેલી છોકરીએ પહેલવહેલી જ્યારે એ બગીચામાં દેખા દીધી, ત્યારે તે તેર કે ચૌદ વર્ષની ઉંમરની લાગતી હતી. પહેલી નજરે તેનામાં કશું નોંધપાત્ર લાગે એવું કાંઈ ન હતું, સિવાય કે તેની સુંદર આંખો. તેને પિશાક પણ કોઈ મઠની શાળાના ગણવેશ જે હતો. એ બંને બાપ-દીકરી છે, એમ તો પહેલી નજરે જ દેખાઈ આવે.
બે કે ત્રણ દિવસ મેરિયસે સહેજે આ ડેસા તરફ નજર કરી જેઈ; પછી તેણે તેના તરફ લક્ષ આપવાનું છોડી દીધું. છોકરી તરફ તે નજર કરવાને તેને આંખે જ ન હતી. અત્યંત ગરીબીના દિવસો દરમ્યાન તેણે એક વસ્તુ નોંધી હતી કે, પોતે જ્યારે રસ્તા ઉપર થઈને પસાર થતું, ત્યારે જુવાન છોકરીઓ ખાસ પાછી વળીને તેના તરફ નજર કરતી, મેરિયસ માનતે કે મારાં કંગાળ કપડાં અને તેથી પણ વધુ મારા કંગાળ દેખાવ તરફ તેઓ તુચ્છકારભરી નજર કર્યા વિના રહી શકતી નથી. જોકે ખરી વાત એ હતી કે, મેરિયસના નિર્દોષ છતાં દૃઢનિશ્ચયી, અને ગંભીર છતાં સરળ ચહેરા ઉપર એક એવું વહાલયાપણું હતું, કે જે સીના હૃદયમાં ઊંડે ઊતરી ગયા વિના ન રહે.
ડોસો અને તેની દીકરી, કોઈની નજર ન પડે તથા કોઈની ઉપર રાજ ન કરવી પડે. એ રીતે જ વર્તતાં. છોકરી સતત કંઈ ને કંઈ બોલ્યા જ કરતી – જાણે એના અંતરને અખૂટ આનંદ તેના મીઠા શબ્દો દ્વારા નિરંતર વહ્યા કરે છે. અને ડોસો પણ, જાણે તેના શબ્દો ઝીલવા જ વધુ ઉસુક હોય તેમ, પોતે બહું થોડું બોલતો અને બોલનાર તરફ જ અવર્ણનીય વાત્સલ્યના ભાવથી જોઈ રહેતો.
પરંતુ તમારે જ્યારે બીજાની નજર ચુકાવવી જ હોય છે, ત્યારે તમે બીજાની નજરે વહેલા ચડો છે. પાંચ કે છ જુવાનિયાઓ કે જેઓ આ તરફ રોજ ફરવા આવતા, તેમણે એ લોકોનાં નામ પણ પા દીધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org