________________
હૈ બિરાવું મેરિયસને બહાર ખુલ્લામાં ઓછી અવરજવરવાળા રસ્તા તરફ દૂર સુધી એકલા ફરવા જવાનું બહુ ગમતું. રસ્તે જનારા લોકો તેને કઈ શાકની વાડી તરફ, કે ઉકરડાના ઢગલા ઉપર રમતાં મરઘા-બતકોનાં બચ્ચાં તરફ, કે રેટ ફેરવતા છેડા તરફ લાંબો વખત સ્વપ્નસ્થની જેમ જોયા કરતો જોતા.
મેરિયસને રાજનૈતિંક તાવ હવે ઊતરી ગયો હતો. તેના અભિપ્રાયો તે જ રહ્યા હતા, પણ તેમની પાછળની ગરમી ઠંડી પડી ગઈ હતી. ખરી રીતે તેમને અભિપ્રાયો જ ન કહી શકાય; તેને હવે જુદી જુદી સહાનુભૂતિઓ હતી એમ જ કહેવું જોઈએ. તે કયા પક્ષને હતે? માનવતાના પક્ષને માનવતામાં પણ તે ફ્રાંસને પસંદ કરતો; ફ્રાંસમાં પણ તે લોકોને પસંદ કરતો અને લોકોમાં પણ તે સ્ત્રીને પસંદ કરતા. તેની કરુણા સી કરતાં સ્ત્રી પ્રત્યે જ ઢળતી.
૧૮૩૧ના મધ્ય ભાગમાં તેની ઓરડીનું કામકાજ કરતી ડેસીએ તેને જણાવ્યું કે, તેમની પડોશમાં રહેતા જોન્ફટ કુટુંબને મકાનમાંથી હાંકી કાઢવાનું છે. મેરિયસ પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર જ કાઢતો હોવાથી તેને ખબર પણ ન હતી કે તેને પડે શીઓ હતા.
તેમને શા માટે હાંકી કાઢવાના છે?” “કારણ કે તેમણે ભાડું ભર્યું નથી; બે હપ્તા ચડી ગયા છે.” “ભાડું કેટલું ચડયું છે?” “વીસ ફ્રાંક.” મેરિયસના ખાનામાં ત્રીસ કૂક પડેલા હતા.
લો ડેસીમા, આ પચીસ ફ્રાંક. તેમનું ભાડું ભરી દેજો; અને તેમને પાંચ કાંક ખર્ચ માટે આપજે. તેમને કહેશે નહિ કે તે કોણે આપ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org