________________
લે મિઝેરાલુ ખીસામાં પધરાવી દીધું.
પણ પછી સજજનની રીતે બોલેલું વચન પાળીને તેણે પિતાની ચાવી ખીસામાંથી ફરી કાઢીને હાથમાં લીધી.
“ચાલ ભાઈ, આ તે મેળા જેવું છે; બહાર નીકળે ત્યારે પૈસા આપવાના! એમ મેં પૈસા ચૂકવ્યા, માટે હવે બહાર ચાલતે થા.”
એમ બોલી તે હસવા લાગ્યું. પછી તેણે મેરિયસને જીન વાલજીનને ખભે ચડાવવામાં મદદ કરી. પછી તે દરવાજા પાસે ધીમે પગલે ગયો અને હોઠ ઉપર આંગળી મૂકી થોડી વાર ચુપકીદીથી નજર કરતો તથા કંઈક અવાજ સાંભળતા હોય તેમ ઊભો રહ્યો. પછી તેણે ધીમેથી બારણું ઉઘાડ્યું. બરડવાં બરાબર ઊંચેલાં હેઈ, જરા પણ અવાજ ન થયો.
થેનારડિયરે દરવાજો સહેજ ખસેડ્યો હતે : જીન વાલજીન માંડ બહાર નીકળી શકે તેટલો. અને પછી તરત તેણે દરવાજો બંધ કરી દીધું અને બે વાર ચાવી ફેરવી લીધી. ત્યાર બાદ તે અંદરના અંધારામાં પાછો અપ થઈ ગયો.
જીન વાલજીન બહાર ઊભે હતો. તેને થેનારડિયરે ઉપકાર ચડાવવા બહાર કાઢક્યો હોય તેને બદલે પરાણે બહાર કાઢ્યો હોય એમ જ કર્યું હતું, તેનું કારણ પણ આપણે તો જાણીએ છીએ. જાવર્ટ બહાર ઊભે જ હોય, તો એ કૂતરાને સંતોષવા માટે પણ એકાદ હાડકું તો નાખવું જ જોઈએ! અને ખૂન કરેલા મડદા સાથે કોઈ ખૂની હાથમાં આવી જાય, પછી પોલીસને બીજું વધારે શું જોઈએ? એ ધમાલમાં પોતે – થનારડિયર ભુલાઈ જ જાય, અને ત્રીસ ફૂાંક મળ્યા હતા તે નફામાં!
- ૩ જન વાલજીને મેરિયસને નીચે સુવાડડ્યો. નદી પાસે જ હતી. તેણે પાણીનો ખોબો ભરી લાવી તેના મોં ઉપર થોડું છાંટયું. તેથી પણ મેરિયસની આંખે ન ઊઘડી, માત્ર તેના અધખુલ્લા મોંમાંથી શ્વાસ આવજા કરતે હતે.
જીન વાલજી બીજો બેબો ભરી લાવવા નદીમાં જેવો નો કે તરત પાછળ કોઈ ઊભું છે એ તેને આભાસ થયો તેણે ડેકું ફેરવીને જોયું તો ખરેખર એક ઊંચી આકૃતિ, લાંબા ડગલામાં વીંટાયેલી, અદબ વાળીને મેરિયસ પાસે ઊભી હતી. તેના હાથમાંના દંડાનો સીસાનો ગઠ્ઠો બરાબર દેખાતે હતો.
જીન વાલજીને જાવર્ટને ઓળખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org