________________
૯
શેરીમાં કેઈ ન હતું ! જાવä જીન વાલજીનને ઓળખ્યો ન હતો. તેણે હાથમાં દડો બરાબર પકડીને પૂછયું : “તું કોણ છે?”
“હું?” “હા, તું.” “જીન વાલજીન.”
જાવટે એકદમ હાથમાં દડ માં પકડી લીધો, પિતાના ઢીંચણ થોડા નમાવ્યા, તથા પોતાના બે લોખંડી પંજા જીન વાલજીનના ખભા ઉપર જકડીને તેનું મોં બરાબર જોયું. બંનેનાં મોં નજીક આવી ગયાં. જાવર્ટને દેખાવ બિહામણો થઈ ગયો.
“તમારા હાથમાં હું હવે સપડાયો છે; ઉપરાંત આજ સવારથી હું મારી જાતને તમારો કેદી જ ગણું છું. મારું સરનામું તમારા હાથમાંથી છટકવાનો પ્રયત્ન કરવા માટે નહોતું જ આપ્યું. મને પકડી લે; પરંતુ તે પહેલાં મારી એક વિનંતી સ્વીકારે.”
જાવટે કશું જાણે સાંભળ્યું જ નહોતું. તેણે પોતાનું મોં ઊંચું કર્યું; પોતે ટટાર ઊભો થઈ ગયો; અને જીન વાલજીન ઉપરથી હાથ ઉપાડી લીધા. પછી જાણે સ્વપ્નમાં હોય તેમ ગણગણતો બોલ્યો :
હું અહીં શું કરે છે? અને આ માણસ કોણ છે?”
હું એની જ વાત તમને કરવા માગું છું. મારું જે કરવું હોય તે કરે, પણ પહેલાં આને ઘેર લઈ જવામાં મદદ કરે. તમારી પાસે મારી એટલી જ માગણી છે.”
કોઈ ગુનેગાર તેની આજીજી સ્વીકારશે એવી આશાએ જાવર્ટને કંઈ કહે ત્યારે તે હંમેશાં છંછેડાતો. છતાં તેણે રોજની ટેવ મુજબ એકદમ “ના” ન કહી; ગુપચુપ તેણે પોતાને રૂમાલ કાઢીને પાણીમાં બોળ્યો અને મેરિયસનું લેહી ખરડાયેલું મોં લૂછી નાખ્યું.
આ માણસ મરચામાં હતું, જેને તેઓ મેરિયસ નામે બોલાવતા તે જ આ છે.”
જાવટે બંધાયા પછી પણ, મરવાની અણી આવી ત્યાં સુધી મોરચામાં બનતી બધી બાબત બરાબર નિહાળી હતી. કોણ શું બોલ્યું હતું તથા કોણ શું કરવું હતું તેની પોતાના તેણે મનમાં બરાબર નોંધ રાખી હતી. કદાચ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org