________________
એલામાંથી ચૂલામાં તે આનું નામ! જોઈએ તેવે મળી રહેશે.”
પથ્થર? શા માટે?”
“મૂરખ, તું મડદુ પથ્થર સાથે દેરડાથી બાંધ્યા વિના નદીમાં નાખવા માગે છે? મડદું તે તરે!”
જીન વાલજીને બોલ્યાચાલ્યા વિના દેરડું લઈ લીધું.
“પણ ભાઈ, તું પેલા કળણમાંથી શી રીતે નીકળી આવ્યો? મેં તે એ જોખમ ખેડવાની આજ સુધી હિંમત કરી નથી; જોને, તારું આખું શરીર કેવું ગંધાય છે?”
થોડી વાર થોભીને પાછો તે બોલવા લાગ્યો –
પણ હવે આપણે આપણે સદો પતવી નાખીએ. મેં તને મારી પાસેની ચાવી બતાવી દીધી, હવે તું તારી પાસેના પૈસા બતાવી દે.”
પરંતુ થનારડિયર આ બધું બોલતે હતો તે વખતે તેની વર્તણૂક જાણે શિકારીઓથી બીધેલા અને નાઠેલા પ્રાણી જેવી જ હતી; વળી કાંઈ જરૂર ન હોવા છતાં પણ તે બહુ ધીમેથી બોલતે હતે – જાણે કોઈ ગુપ્ત કાવતરું ન સંભળાવતે હોય!
જીન વાલજીને પોતાના ખીસામાં હાથ નાખ્યો. ગમે ત્યારે એકદમ છુપાઈ જવું પડે કે ભાગી જવું પડે એવી સ્થિતિમાં વારંવાર મુકાયેલો હોઈ. તે હંમેશા પોતાના ખીસામાં સારી રકમ રાખતે જ, પરંતુ ગઈ કાલે નેશનલ ગાર્ડને પોશાક બદલતી વખતે વિચારમાં અને ચિંતામાં તે પોતાનું પાકીટ સાથે લેવાનું ભૂલી ગયો હતો. ખીસામાં પાકીટ ન મળ્યું એટલે તેણે બીજાં ખીસાં ફફેસીને ધૂળધમાં થોડા સિક્કા બહાર કાઢયા.
તે સિક્કા ઉપર નજર નાખીને થેનારડિયર જરા હોઠ મરડીને બેયો, “તે તેને બહુ સસ્તામાં મારી નાખ્યો લાગે છે.” પછી તેણે જાણે મેળાપી હોય તેમ જીન વાલજીનનાં તથા મેરિયસનાં ખીસામાં હાથ નાખી જો. જયારે તે મેરિયસનાં ખીસાં ફફેસતો હતો, ત્યારે જીન વાલજીનનું લક્ષ ન ખેંચાય તે રીતે તેણે મેરિયસના કોટમાંથી એક ચીંદરડો ફાડી લીધે, એમ માનીને કે કોઈ વેળા એ ટુકડો પણ ખૂની તથા શિકારની ઓળખ મેળવવામાં કામ આવશે. નાણાંમાં તે તેને ત્રીસ ફૂાંક સિવાય વધુ કશું જવું નહિ.
ખરી વાત છે; તમારા બંનેનાં ખીસામાં થઈને એટલું જ છે.” એમ કહી તેણે અર્ધો ભાગ લેવાની વાત પડતી મૂકીને બધું જ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org