________________
અહા! કેવી નિરાંત! કે આનદ!
૩૫૯ હજીન વાલજીન લગભગ પથ્થરની પેઠે સૂનમૂન બેસી રહ્યો હતે. એટલામાં
એક ભયંકર ધડાકો સંભળાયો. થોડી વારમાં બીજો ધડકે સંભળાયો. તે વળી વધુ મોટો હોમેરિયસે દારૂગોળાના પીપ વડે જે હલ્લે પાછો વાળે, તે વખતના જ એ ધડાકો કદાચ હશે.
એ બે ધડાકાઓથી જીન વાલજીને ચોંકી ઊઠ્યો. તેણે એ ધડાકાઓની દિશામાં ડોક ઊંચી કરી; અને તરત પાછો છાતી ઉપર માથું નાખી દઈ તે સૂનમૂન થઈ ગયા.
અચાનક તેણે માથું ઊંચું કરીને જોયું કોઈ શેરીમાં ચાલ્યું આવતું હતું. તે બેવોચ હતે. તે કશુંક શોધતો હોય તેમ દેખાતું હતું. તેણે જીન વાલજીનને બરાબર જો, પણ તેના ઉપર કશું લક્ષ આપ્યું નહિ. તેણે થોડાં ઘરનાં બારીબારણાં તપાસી જોયાં, પણ બધાં બંધ હતાં.
જીન વાલજીન તો કોઈ કંઈ પૂછે તે પણ જવાબ ન આપે તે દશામાં હતો; પરંતુ તેને અચાનક એ છોકરા સાથે વાત કરવાનું મન થઈ આવ્યું. બેટા, તને શું થયું છે?”
“બાબત એમ છે કે, હું ભૂખ્યો થયો છું એટલે મહેરબાન થોડા હલકા થાઓ જોઉં !”
જન વાલજીને ખીસું ફંફોસી એક પાંચ કૂકને સિક્કો કાઢયો. પણ ગેવો તે દરમ્યાન એક પથરો શોધી કાઢ્યો હતો. તેણે જીન વાલજીનને કહ્યું, “મહેરબાન સાહેબ, એ દેઢિયું જરા પકડી રાખે જોઉં. પણ તમે લોકો સીધા માણસો નથી લાગતા! આ બધું ગેરકાયદેસર છે! પેલું ફાનસ હજુ કેમ સળગે છે?”
એમ કહી તેણે તરત તે પથરો તાકીને ફાનસ ઉપર છોડ્યો. થોડી વારમાં ફાનસના કાચ તૂટીને જમીન ઉપર પડયા અને એવો અવાજ થયો કે પડદા પાછળથી જોવા નીકળેલાં કેટલાંય ડેકાં, “આ તો દંગલ આવી પહોંચ્યું !” એમ કહીને તરત અંદર પેસી ગયાં.
શેરી અંધારી-ભીંત થઈ ગઈ.
“હાં ડોસીમા, માં-માથું ઢાંકીને સૂઈ જાઓ જોઉં!” ગેડ્યોએ શેરીએ બહુકમ આપે.
જીન વાલજીને હવે, “બિચારો ભૂખ્યો છે એમ કહી તેના હાથમાં પાંચ ફ્રાંકને સિક્કો મૂકી દીધો. મેવોએ પાંચ કૂકના સિક્કાની વાત સાંભળેલી, પણ કદી જોયેલો નહિ. આવડે માટે સિક્કો હાથમાં જોઈ તેણે તેને પંપાળવા માંડયો. પણ પછી તરત જ જીન વાલજીન તરફ ફરીને તે સિક્કો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org