________________
૩૫૦
લે મિઝેરાત વેર-
ધિક્કારને પ્રેમમાં – આત્મબલિદાનમાં રૂપાંતરિત કરવા પ્રયત્ન કર્યો હતો; અને તે કેટલે બધે અંશે સફળ પણ થયો હતે.
પરંતુ જવાની અને વૃદ્ધાવસ્થા એ બે જુદી જ પરિસ્થિતિઓ છે. જુવાનીમાં જે ઉછાળો ભયંકર કૃત્યમાં પરિણમવા તરફ જ ઝટ વળી જાય, તે વૃદ્ધાવસ્થામાં અચાનક હતાશા તરફ પણ વળી બેસે, – એટલા જ જોરથી! જન વાલજીનને બધો ગુસ્સો કે બધો જુલ્મો અચાનક જીવનને – પોતાના જીવનને તેમજ બીજાના જીવન માટેને – બધો સ એકદમ ઉડાવી દેવા લાગે.
તે જ વખતે મેં ડેસી અંદર આવી એટલે જીન વાલજીને તેને પૂછયું દંગલ કઈ તરફ ચાલે છે, તેની ખબર છે?”
ડોસી આ પ્રશ્ન ન સમજતાં બબૂચકની પેઠે જોઈ રહી.
જીન વાલજીને ફરી પૂછયું, “કેમ હમણાં તમે કહ્યું તે ખરું કે, દંગલ ચાલે છે અને લોકે લડવા માંડયા છે?”
હા સાહેબ! સેંટ મેરી આગળ લડાઈ ચાલે છે, એમ મેં સાંભળ્યું
હતું ખરું.”
પાંચ મિનિટ બાદ જીન વાલજીન ખુલ્લે માથે શેરીમાં બહાર નીકળી આવ્યો. રાત પડવા લાગી હતી, અને તે કાન માંડીને કાંઈક અવાજ સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. એ જ સ્થિતિમાં તે પોતાના ઘરના બારણા પાસેના પથ્થરની છાટ ઉપર બેસી પડ્યો.
८६ અહા! કેવી નિરાંત! કેવો આનંદ! આમ ને આમ કેટલો વખત પસાર થઈ ગયો હશે?
શેરી ખાલી હતી. ઉતાવળે ઘર તરફ પાછા ફરતા લોકોએ તેને ભાગ્યે જ જોયો હશે. જોખમના સમયમાં દરેક જણ પોતપોતાની ફિકરમાં જ પડેલું હોય છે. ફાનસ સળગાવનારાએ આવીને તેના ઘરની બરાબર સામે આવેલું ફાનસ સળગાવ્યું.
દૂર દૂરથી રણશિંગાં – પડઘમના અવાજો આવતા હતા; હકારા-ચીના અવાજ પણ સંભળાતા હતા. એ અવાજો સાથે ભળીને જ સેંટ પૉલના દેવળના ઘડિયાળના અગિયારના ટકોરા પણ ધીમે ધીમે પડવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org