________________
૨૨
લે મિરાક્ષ ડાકએ બીજું કોઈ સ્થળ તાત્કાલિક હાથ ઉપર ન હોવાથી, બ્રજાએ જેની તપાસ કરાવી હતી તે રૂ લુમેટવાળી જગાએ જ “ફેર” મારી આવવા ઊપડયા; જોકે એપનીને મેંગ્લેન મારફતે કહેવરાવ્યું હતું કે ત્યાંથી કશું ખાસ મળે તેવું નથી.
“ ગાતી મેનાનું ઉપવન મેરિયસને કર્ણોરાકને નવે ઘેર રહેવા આવ્યે એક મહિને થઈ ગયે હતો. તેને એક વકીલ-મિત્ર મારફત ખબર મળી હતી કે, થેનારડિયરને એકાંત-કોટડીમાં પૂરવામાં આવ્યો હતો. દરેક સોમવારે મેરિયસ લા ફોર્સ જેલના કારકુન ઉપર થેનારડિયર માટે પાંચ ફૂાંક મોકલતો.
મેરિયસ પાસે હવે પૈસા રહ્યા નહોતા; એટલે કોર્ફોરાક પાસે એ પાંચ ફ્રાંક ઉછીના લેતે. જિંદગીમાં પહેલી વાર તેણે આમ ઉછીના પૈસા કઈ પાસે માગ્યા હતા. નિયમિત મોકલાતા આ પાંચ ફ્રાંક એ પૂરા પાડનાર કોર્ફોરાકને જેમ કેયડારૂપ બની ગયા હતા, તેમ જ એ લેનાર થનારડિયરને પણ. “ એ ક્યાંથી આવતા હશે વારુ!” થનારડિયર પોતાની જાતને પૂછતો.
મેરિયસ પોતે હવે એક મહાન અંધકારમાં અટવાઈ ગયો હતો. તેને મન આખું જગત પણ તેવા જ અંધારામાં અટવાઈ ગયું હતું. એક જુવાન છોકરી, જેને તે ચાહવા લાગ્યો હતો, અને એક ઘર માણસ જે પેલીને બાપ હોય એમ લાગતું હતું - આ બે અજાણ્યા માણસો જ તેને આ જગતમાં કંઈકે રસનો વિષય રહ્યાં હતાં. પરંતુ જે ક્ષણે એ એમને હાથમાં બરાબર પકડવા ગયો હતો, તે જ વખતે જાણે એકાદ ફૂંકથી એ પડછાયા અલોપ થઈ ગયા હતા. તેમને વિષે હવે કશી કલપના પણ કરી શકાય તેમ રહ્યું નહોતું.
તે એ કન્યાનું નામ પણ જાણ નહોતે; તેનું નામ “ ઉર્ફલા’ તે નહોતું જ, એની તેને ખાતરી થઈ ગઈ હતી. અને પેલે ડે? તે શું પોલીસથી ખરેખર છુપાવા ઇચ્છતા હતા? તેણે મદદ માટે બૂમો કેમ નહોતી પાડી? તેમ જ એ બારીએથી ભાગી કેમ ગયો? અને થનારડિયા તેને ખરેખર ઓળખ હતો? થનારડિયરની ભૂલ તો નહિ થતી હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org