________________
ગાતી મેના'નું ઉપવન
૨૭૩ પણ એ સૌ સવાલોને દાબી દેતે એક મુખ્ય સવાલ જ તેને આખો વખત સતાવ્યા કરતો હતે: એ “ઉર્ફલા' ક્યાંક તે અસ્તિત્વમાં છે જ; ત્યાં પહોંચવું શી રીતે? તેને ફરી નજરે નિહાળવી શી રીતે? આ એક જ વખણા એને સતત રહેતી હતી, પરંતુ એ કદી પૂરી થશે એવી આશા એને હવે રહી નહતી.
અને સાથે સાથે જ ગરીબાઈને ઠાર પણ તેને ઠારવા લાગ્યો હતે. તેણે કામકાજ છોડી દીધું હતું; અને ઉદ્યમ છોડી દે એના જેવી જોખમકારક ચીજ એકે નથી. કારણ કે, એ તો ટેવ છોડવાની વાત છે; અને ટેવ છોડવી સહેલી છે, પણ ફરી પાડવી અઘરી છે.
ધીમે ધીમે મેરિયસનો જૂનો કોટ ચીંથરું બની ગયો અને તેને નવો કોટ જૂને બની ગયે; તેના બૂટ ઘસાઈ ગયા; વસ્તુતાએ તે તેનું જીવન જ ઘસાઈ જવા બેઠું હતું. હવે તે એક જ વાત રટયા કરતે: “મરતાં પહેલાં તેને એક વાર નજરે જેવા પામી શકીશ કે નહિ?”
એક જ મધુર કલ્પના એના અંતરમાં જળવાઈ રહી હતી : તે એને ચાહતી હતી; તેની આંખોએ એટલી વાત સ્પષ્ટપણે કહી દીધી હતી. અને એનું નામ ભલે તે નહોતી જાણતી પણ તેના અંતરને તે બરાબર ઓળખતી. હતી; અને કદાચ, તે જ્યાં હશે ત્યાં, ભલે એ જગા ગમે તેટલી ગુપ્ત હશે પણ, હજુ તેને ચાહ્યા જ કરતી હશે.
દિવસો એક પછી એક પસાર થતા હતા; અને કશું નવું બનતું ન હતું. તેને માત્ર એટલું જ લાગ્યા કરતું કે, જે વિકટ અવકાશ તેણે પસાર કરવાનો છે, તે દરેક ક્ષણે ટૂંક થતું જાય છે. તેને કોઈ કોઈ વાર મતની અગમ્ય ખીણને કિનારે લગોલગ આવી પહોંચેલો દેખાતે. તે ફરી ફરીને પોતાની જાતને પૂછતે, “શું હું મરતા પહેલાં તેને ફરી નહિ જોઈ શકું?
મેરિયસ પોતાના અંતર સાથે વધુ એકાંત મેળવવા ઘણી વાર નિર્જન સ્થળોએ એકલે ભટકતે. એક વખત તે એક સુંદર સ્થળ આગળ થઈને પસાર થતો હતો. અચાનક તેની નજર એ તરફ આકર્ષાઈ. પાસે થઈને પસાર થતા વટેમાર્ગુને તેણે પૂછયું, “આ સ્થળનું નામ શું છે, ભાઈ?”
ચાતી મેના'નું ઉપવન. અહીં ઉલબાકે આઇવીની ભરવાડણને મારી નાખી હતી.”
પરંતુ મેરિયસે તે “ગાતી મેના’ શબ્દ પછીનું કશું સાંભળ્યું જ નહિ. કારણ કે, મેરિયસ “ઉર્ફલા’ નામ છોડ્યા બાદ “ગાતી મેના” નામથી કૉસેટને સંબોધતે થયો હતો. આ જગાએ કેટલાય દિવસો બાદ તેને કઈક શાંતિ મળી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org