________________
२७४
લે નિરાલ તરત બોલી ઊઠયો, “જર મારી “ગાતી મેના’ની ભાળ મને આ સ્થળે જ મળશે !”
એ કેવળ વ્યર્થ કલ્પના હતી, પણ તેના અંતરમાં તે દૃઢ થઈ ગઈ, મેરિયસે તે દિવસથી રોજ એ સ્થળે આવીને કલાકો સુધી બેસવા માંડયું.
૬૮ મેબેફ મહાશયને ભૂત દેખાય છે મેરિયસના જીવનમાં પલટો લાવનાર મેબેક મહાશય ઉદ્યમી અને ઉપયોગી જીવન ગાળવામાં માનનારા હતા. તેમને જો કોઈ શોખ હોય તો વનસ્પતિશાસ્ત્રની ચોપડીઓને. તેમને એમ થતું કે, આવી અફાટ રહસ્યમય વનસ્પતિસૃષ્ટિ નજર સામે પડી છે તથા જ્ઞાન અને માહિતીના ભંડારરૂપ પુસ્તક છે, છતાં માણસ શું કરવા રાજાશાહી, ઉમરાવશાહી, લેકશાહી વગેરે શાહીની આટલી પંચાત કરતે હશે?
દેવળની પ્રાર્થનામાં તે જતા, તે ભક્તિ કરતાં ભલમનસાઈને કારણે. કારણ કે, તેમને માણસેના માં જોવા ગમતાં; પણ તેમના બુમબરાડાને તે ધિક્કારતા. અને દેવળમાં જ માણસે ટોળે વળવા છતાં ચુપ જોવા મળે!
તે સાઠ વર્ષની ઉમર પસાર કરી ગયા ત્યારે કોઈએ તેમને પૂછવું, હે, તમે કોઈ દિવસ પરયા જ નહોતા?” તેમણે જવાબ આપ્યો. ખરે જ, હું એ વાત ભૂલી જ ગયો!” કોઈ વાર તેમને પણ થઈ આવતું, હું પૈસાદાર હોત તે '– અને એવું કોને નથી થતું?- પરંતુ મેબોફને તે કોઈ સુંદર યુવતીને જોઈને નહિં, પણ કઈ જૂની મોંઘી પડીને જોઈને એમ થઈ આવતું!
તેમણે વનસ્પતિશાસ્ત્ર ઉપર એક ચોપડી લખી હતી અને તેમાંથી તેમને વરસે દહાડે બે હજાર ફાંકની આવક થતી. એ સિવાય તેમને બીજી કશી જ કમાણી ન હતી. આમ જાકે ગરીબ કહેવાય, છતાં તેમણે તંગી વેઠીને કે કરકસર કરીને ધીમે ધીમે પિતાની પાસે કીમતી દુર્લભ પુસ્તને સંગ્રહ એકઠે કર્યો હતો. તે બગલમાં એક ચોપડી રાખ્યા વિના કદી બહાર જતા નહિ, અને ઘણી વાર બે ચોપડીઓ સાથે ઘેર પાછા ફરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org