________________
એએફ મહાશયને ભૂત દેખાય છે
૨૭૫
તેમની પાસે ચાપડી હતી, તે વસ્તુ તેમને વાંચતા રોકી શકતી નહિ; અને તે વનસ્પતિશાસ્ત્રી હતા, તે વસ્તુ તેમને બાગકામ કરતાં રોકી શકતી નહિ. ચાપડી-કામમાં ન હોય, ત્યારે તે બાગ-કામમાં જ હોય; અને બાગ-કામ માટે જ ચાપડી-કામ કરતા હાય; અથવા ચાપડી-કામ માટે બાગ-કામ કરતા હાય. જુદી જુદી જાતનાં સ્વાદ-રૂપવાળાંફળા નિપજાવવાં, એ તેમની ધખણા હતી.
ઈ. સ. ૧૮૩૦માં તેમના ભાઈ વર્નાનના પાદરી ગુજરી ગયા; અને ત્યાર પછી ઘેાડા જ વખતમાં તેમનું ક્ષિતિજ ચોતરફથી અંધકારમય થઈ ગયું. જેને ત્યાં તેમણે દશ હજાર ફ઼્રૉક જમા મૂકયા હતા, તે કાચા પડવાથી તેમના ભાઈને કે તેમને પાતાને નામે જે કુલ મિલકત હતી, તે ડૂબી ગઈ. જુલાઈની ક્રાંતિના વખતમાં ચોપડીઓના ધંધો પણ પડી ભાંગ્યા. પરિણામે પેાતાની વૉર્ડનની જગાનું રાજીનામું આપી, થોડાઘણા સામાન વેચીસાટી, છેવટે એસ્ટરલીઝના ગામડામાં એક નાનકડા મકાનમાં તે ભાડે રહેવા આવી ગયા. તે મકાનની આસપાસ વાડબંધી વાડો હતો અને તેમાં એક કૂવા હતા.
આ ગામનું નામ નેપોલિયને આપેલી એક મોટી લડાઈ સાથે સંકળાયેલું હતું; અને મેબાફ્ મહાશયને યુદ્ધ મારામારી – ગેાળીબાર – તાપમારો એ શબ્દોની પણ એટલી સૂગ હતી કે, તે આ ગામને પણ નાપસંદ કરત; પણ અત્યારે કંઈ ત્યાં યુદ્ધ ચાલતું ન હતું, અને આસપાસ દૂર સુધી ગોળીબારના કશા અવાજો સંભળાતા ન હતા.
જ્ઞાનપ્રાપ્તિ કે ઘેલછા અથવા જ્ઞાનપ્રાપ્તિની ઘેલછામાં લવલીન રહેનારા માણસાની એક ખાસિયત હોય છે કે તે રોજબરોજના જીવનથી નિર્લેપ રહેતા હોય છે. તેને ણે કે વ્યવહાર કે તેની મુશ્કેલી જોવાની કે અનુભવવાની ઇન્દ્રિય જ હોતી નથી. એક ફેરો ચાવી ભરાઈ એટલે પછી લાલક જેમ ચાવી પહોંચે ત્યાં સુધી ગતિ કર્યા જ કરે, તેવું આવા માણસેાય સમજવું. મેબાફ મહાશય પણ ભૂખમરાની અણી ઉપર આવી પહોંચેલી પેાતાની સ્થિતિ જાણતા જ ન હતા. તેમના શરીરની તાકાત એ ચાલુ ભૂખમરાથી ઓછી થતી જતી હતી, એની પણ તેમને ખબર ન હતી. તે હવે ગળીના છેડ ફ્રાંસમાં ઉગાડવાના અખતરાએ લાગ્યા હતા, અને તેની આડે તેમની ચાપડી અને જે કાંઈ માલમિલકત હતી, તે વેચીસાટીને કે ઘરાણે મૂકીને પાયમાલ થતા જતા હતા. સ્ટરલીઝના પોતાના વાડામાં એ છેડ માટે જોઈતી આબેહવા ન હોવાથી, તેમણે થોડે દૂર બીજા ગામની સીમમાં એક જમીનને ટુકડો મેળવ્યા હતા. ત્યાં તે જ્યારે જતા ત્યારે રસ્તામાં તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org