________________
૨૭૬
લે મિઝરાઇલ મેરિયસને ભેટો થતો. બંને જણની સ્થિતિ, પોતપોતાની ધૂનમાં, વાતચીત કરવા જેવી નહોતી, એટલે તેઓ માત્ર ડોકું ધુણાવી પોતપોતાને રસ્તે ચાલ્યા જતા.
મેબોફ મહાશય દિવસે પોતાના ગળીના ખેતરમાં કામ કરતા, અને રાતે પિતાને ઝૂંપડે આવી, પોતાના વાડામાંના છોડને કૂવેથી ખેંચી પાણી પાતા અને પછી ચોપડીઓ વાંચતા. તેમની ઉંમર એંસી વર્ષની હતી.
એક દિવસ ખેતરેથી તે વહેલા ઘેર પાછા આવી ગયા હતા અને સવારને વધે એકાદ ટુકડો ખાઈ લઈ, બગીચામાં પથ્થરની એક બેઠક ઉપર બેસી, દિવસના અજવાળામાં થોડુંક વાંચી લેવાની પેરવીમાં પડયા હતા. સામે સસલાનું પાંજરું અને તેની ઉપર ફળ સંઘરવાનું માળિયું ખંડેર હાલતમાં હતાં. પાંજરામાં સસલાં તે હતાં જ નહિ, અને ઉપરના માળિયામાં શિયાળાનાં ઊતરેલાં થોડાં ફળનો સંઘરો હતે.
ચાર દિવસથી વરસાદનું ટીપુંય પડયું ન હતું, અને વાડાના છોડ સુકાવા લાગ્યા હતા. પણ ખેતરમાં જરા વધુ શ્રમનું કામ કર્યું હોવાથી અને ચાલુ ભૂખમરાથી ડોસામાં કૂવેથી પાણી ખેંચવાની તાકાત રહી નહોતી. તોપણ છેવટે હાથમાંની પડીને બેઠક ઉપર રાખી, ડોસા લથડિયાં ખાતા કૂવા તરફ ચાલ્યા. કારણ કે, એ ડોસાને મન એ બધા છોડ જાણે જુદા જુદા વહાલયા જેવો જ હતા. તેમણે સાંકળ પકડી તો ખરી, પણ ડલ ખેંચવાની હિંમત ન લાગવાથી તે આકાશ સામું જોઈ, નિસાસો નાખી ઊભા રહ્યા. થોડી વાર પછી તેમનું ડોકું છાતી ઉપર ઝૂકી ગયું.
ફરીથી એક વાર આકાશ સામે નજર કરીને તે ધીમે સાદે ગણગણ્યા : “ઝાકળનું એકાદ ટીપું પડે, પણ મહેરબાની થાય,” તેમણે ફરીથી ડોલની સાંકળ ઉઠાવવા પ્રયત્ન કર્યો પણ પાછા લથડયા. તે વખતે તેમણે એક અવાજ સાંભળ્યો, “મેબોફ બાપુ, હું તમારા બગીચાને પાણી પાઈ આપું?”
અને તે જ ઘડીએ એક ચીંથરેહાલ છોકરી ભૂતની પેઠે તેમની સામે આવીને ઊભી રહી. અને મેબોફ મહાશય કશે જવાબ આપે તે પહેલાં તો ડોલ કૂવામાં ઉતારી પાણી ખેંચવા તથા પાવા મંડી ગઈ.
- આખા બગીચાને પાણી પાઈ રહ્યું, ત્યારે મેબોફ મહાશય આંખમાં આંસુ સાથે તેની પાસે ગયા અને તેને કપાળે હાથ મૂકીને બેલ્યા, “ભગવાન તારું ભલું કરશે, બેટા, તું ખરેખર સ્વર્ગની દેવી છે, કારણ કે તને ફૂલો ઉપર દયા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org