________________
૧૮ર
લે મિરાન્ડ ત્રણ દિવસ પહેલાં કર્નલ મગજના સેજાના તાવથી પટકાઈ પડ્યો હતો. તાવની શરૂઆતમાં જ પોતાની આખરી ઘડીને આભાસ આવી જતાં તેણે માં. જીજેનેર્મન્ડને કાગળ લખીને પોતાના પુત્રને તેડાવ્યો હતો. કર્નલની સ્થિતિ તરત જ બગડવા લાગી હતી. મેરિયસ જે દિવસે આવી પહોંચ્યો, તે દિવસે સવારમાં જ કર્નલ ઘેલછામાં ને ઘેલછામાં નોકરડીને ધક્કો મારી પથારીમાંથી કુદી પડયો હતો તથા “મારો પુત્ર ન આવ્યો ! હું તેને મળવા જાઉં છું,' એમ કહીને ઓરડાના બારણા બહાર નીકળી ગયો હતો. ત્યાં જ તે ગબડી પડ્યો હતો, અને તેના પ્રાણ નીકળી ગયા હતા.
દાક્તર તથા પાદરી બંનેને સાથે બોલાવવા મોકલવામાં આવ્યા હતા. દાક્તર બહુ મોડો આવ્યો; પાદરી બહુ મોડો આવ્યાં પુત્ર પણ બહુ છેડે આવ્યો. * ચત્તાપાટ પડેવા કર્નલના ફીકા ગાલ ઉપર મોતથી ફાટેલી આંખમાંથી સરી પડેલું આંસુનું ટપકું મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં હજુ તગતગનું હતું. પોતાને પુત્ર આવવામાં મોડું કરતો હતો, તેનું એ આંસુ હતું.
મેરિયસે પહેલી વાર અને છેલ્લી વાર એ માણસ ઉપર નજર કરી : તેને સંમાનિત અને પુરુષાતનભર્યો ચહેરો, તેની ઉઘાડી છતાં હવે જોઈ ન શકતી આંખો, તેના ધોળા વાળ, તેના સુદૃઢ અવયવો, – જેમના ઉપર અહીંતહીં તરવારના ઘાના કાપા તથા બંદૂકની ગેબીએ પાડેલાં કાણાંનાં ચાઠાં સ્પષ્ટ દેખાતાં હતાં. તેના ચહેરા ઉપર ઈવરે મઢી દીધેલી ભલાઈની છાપ સાથે જ વીરત્વની ઘેરી છાપ દર્શાવનાર પેલો લાંબો કાપ પણ તેણે જોયે. આ માણસ એને પિતા હતા એટલે જ તેને વિચ ૨ આવ્યો. બીજી રીતે તે અવિચલિત રહ્યો. બીજા ગમે તે માણસને મૃત્યુની નિદ્રામાં પોઢેલો જોઈ જેટલી લાગણી થાય, તેથી વિશેષ કાંઈ લાગણી તેને ન થઈ.
કર્નલ પોતાની પાછળ કશું મૂકી ગયો ન હતે. તેને સરસામાન વેચતાં માંડ તેના દફનનું ખર્ચ નીકળી શક્યું. નોકરડીના હાથમાં એક ચબરકી જેવું કાંઈ આવ્યું, તે તેણે મેરિયસના હાથમાં મૂકવું. કર્નલના હસ્તાક્ષરમાં તેમાં નીચેનું લખાણ હતું –
મારા પુત્ર માટે:– શહેનશાહ નેપલિયને મને વૉટલુંના રણમેદાન ઉપર બૅરન બનાવ્યો છે. મારા લોહીથી ખરીદેલા એ પદને જોકે અત્યારનું તંત્ર માન્ય રાખવા ના પાડે છે; પરંતુ તે પદ હું મારા પુત્રોને બકું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org