________________
પુનઃ પ્રાસ તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે એ કહેવાની મારે ભાગ્યે જરૂર હોય.”
તે ચિઠ્ઠીની પાછળની બાજુએ કર્નલે ઉમેર્યું હતું:
“વૉટલૂના એ જ યુદ્ધમેદાનમાં એક સાટે મારું જીવન બચાવ્યું હતું. એ માણસનું નામ થનારડિયર છે. થોડા સમય પહેલાં, મારી જાણ મુજબ, તે પૅરિસ પાસેના કેલેટ કે મોંટફરમેલમાં એક વીશી ચલાવતે હતો. મારો પુત્ર છે તેને મળે, તે તેણે તેને માટે પોતાનાથી બનતું કરી છૂટવું.”
પિતાના પિતા પ્રત્યેની કર્તવ્યની ભાવનાથી નહિ, પણ મૃત્યુ માટે સન્માનની સૌને સમાન એવી લાગણીથી પ્રેરાઈને મેરિયસે એ કાગળ લીધે અને છાતીએ દબાવ્યો.
કર્નલનું કશું નામનિશાન હવે બાને ન રહ્યું. તેની તરવાર અને તેની વરદી મે. જીલેનેર્મન્ડે જની વપરાયેલી ચીજોના કોઈ વેપારીને વેચી દીધાં. પડોશીઓ તેની વાડીમાંથી સારાસારાં ફૂલઝાડ ઉપાડી ગયા. બાકીના છોડવા ધીરે ધીરે સુકાઈને નાશ પામ્યા.
મેરિયસ માત્ર ૪૮ કલાક વનમાં રહ્યો. દફનક્રિયા બાદ તે પેરિસ પાછો ફર્યો અને પિતાના કાયદાના અભ્યાસે વળગ્યો. તેને બાપ કદી જીવતે હતે એવો ખ્યાલ પણ તેના મનમાં ન રહ્યો.
પુન: પ્રાપ્તિ મેરિયસે નાનપણની ધાર્મિક ટેવો ચાલુ રાખી હતી. એક રવિવારે તે સેંટ સસ્પાઈસના દેવળમાં પ્રાર્થના સાંભળવા ગયો હતો. તે દિવસે રોજ કરતાં તે જરા વધુ બેધ્યાન તથા તરગે ચડી ગયેલ હતો. તેણે થાંભલા ૫છળ ની એક બેઠક ઉપર નામ વાંરથા વિના જ પિતાનું આસન જમાવ્યું. બેઠક ઉપર નામ હતું : “મેં. મેફ – દેવળના વૉર્ડન.” પ્રાર્થના હજુ શરૂ થતી જ હતી તેવામાં એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો અને મેરિયસને સંબોધીને બેલ્યો –
“ભાઈ, આ મારી બેઠક છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org