________________
૧૯૪
લે સિઝરાન્ટ
મેરિયસ તરત ત્યાંથી ઊઠી ગયા.
પ્રાર્થના પૂરી થયા બાદ મેરિયસ વિચારમાં ને વિચારમાં થોડે દૂર ઊભા હતા. પેલા ડોસા ફરી તેની પાસે આવ્યો અને બાલ્યા :
66
ભાઈ, થાડા વખત ઉપર તમને બેઠેલા ઉઠાડવા બદલ તમારી ક્ષમા માગું છું; તમને હું તોછડો માણસ લાગ્યો હાઈશ; એટલે હું થોડો ખુલાસા કરવાની રજા લઉં છું.”
મહાશય, એની કશી જરૂર નથી. ”
"6
‘હા, હા; તમે મારે વિષે ખોટો અભિપ્રાય લઈને જા એ મને નહિ ગમે. મને એ બેઠક પ્રત્યે ખાસ ભાવ છે એ તમે જોઈ શકયા હશે.. એ બેઠક ઉપર બેઠા હોઈએ ત। પ્રાર્થના- સારી થાય, એમ હું માનું છું. તેનું કારણ એ છે કે, દશ વર્ષ સુધી દર બે કે ત્રણ મહિને એક કંગાળ પણ બહાદુર બાપને મે' અહીં પેાતાના પુત્રને જોવા માટે નિયમિત આવત જોયા છે. કોઈ કૌટુંબિક સમજૂતીને કારણે પેાતાના પુત્રને જેવા-મળવાની તેને બીજી કોઈ તક ન હતી. પોતાના પુત્રને દેવળમાં લાવવામાં આવ્યા હશે એ ઘડીના ખ્યાલ રાખીને તે અહીં આવતા. પેલા છેાકરાને કદી કલ્પના પણ નહિ આવી હાય કે તેના બાપ અહીં આવ્યો છે. કદાચ બિચારો પોતાને બાપ છે એમ પણ નહિ જાણતા હોય. પેલા બાપ આ થાંભલા પાછળ બેસતા, જેથી કોઈ તેને જોઈ ન શકે. તે પેાતાના પુત્ર સામે જોયા કરતા અને રડતો. તેને પેાતાના પુત્ર પ્રત્યે નર્યો ભક્તિભાવ હતા, એ મે નજરે જોયું છે. તેથી મારી નજરે આ સ્થાન પવિત્ર બની ગયું છે, અને મને આ જગાએ બેસીને જ પરમપિતાનું સ્તવન કરવાની ટેવ પડી ગઈ છે. દેવળના વૉર્ડન તરીકે મારું જુદું ખાસ આસન છે, પણ મને આ બેઠક ર ગમે છે. મને એ કમનસીબ સદ્ગૃહસ્થના બહુ થોડા જ પરિચય છે. તેને સગાંમાં એક સસરો તથા તવંગર સાળી હતાં; પાતે જો તે છેકરાને મળે તે તે છેાકરાને વારસાહક રદ કરવાની તે લોકોએ ધમકી આપી રાખી હતી. પાતાને પુત્ર એક દિવસ તવંગર તથા સુખી થાય એ કારણે પિતાએ આત્મબલિદાન આપ્યું હતું. સસરા જમાઈ વચ્ચે રાજકીય પક્ષાપક્ષીને મતભેદ હતા. રાજકીય પક્ષાપક્ષી હેઈ શકે; પણ કેટલાક લોકો કયાં આગળ અટકવું એ જાણતા નથી. જુઓને ભાઈ ! એક માણસ વૉટલૂના રણમેદાનમાં હતા તે કારણે કંઈ તે રાક્ષસ નથી બની જતો. એટલા માટે એક બાપને તેના પુત્રથી વિખૂટો ન પાડી શકાય, એ બાનાપોર્ટના કર્નલામાંના એક હતા. હવે તે મરી ગયા છે. તે વર્તનમાં રહેતા હતા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org