________________
મહાકલંકને અત
૧૯૧ મેરિયસને કમકમાં આવી ગયાં. પોતાના બાપને જોવા જવું પડે એ સિવાયની બીજી બધી બાબત માટે તે તૈયાર હતો. તે એવો આભે બની ગયો કે તેના દાદાને કશું પૂછી પણ ન શક્યો. દાદાએ જ ઉમેર્યું –
એમ લાગે છે કે તે બીમાર છે, અને તને મળવા માગે છે.” વળી થોડીક ચુપકીદી બાદ તેમણે કહ્યું –
“કાલે સવારે નીકળજે. મને ખબર છે ત્યાં સુધી એક ઘોડાગાડી સવારના છ વાગ્યે ઊપડે છે, અને રાતે પહોંચે છે. કહે છે કે તેની સ્થિતિ ગંભીર છે.”
તેમણે કાગળને પૂરો કરીને ગજવામાં મૂકી દીધો. મેરિયસ તે રાતે જ ઊપડી શકયો હતો અને બીજે દિવસે સવારમાં તેના પિતા ભેગો પણ થઈ શક્યો હોત. એક મા રાતે પણ વર્નોન થઈને પસાર થતી હતી. પરંતુ માં જીવેનેમન્ડ કે મેરિયસ બંનેમાંથી એકેને એની તપાસ કરવાનું સૂઝયું નહિ. - બીજે દિવસે સાંજ પડતાં મેરિયસ વન આવી પહોંચ્યો. દીવાબત્તીને સમય થયો હતો. તેણે સામે મળેલા પહેલા માણસને “મ. પિન્ટમસી' ના ઘરનું ઠેકાણું પૂછયું. કારણ કે મેરિયસ પણ રાજભક્ત હોઈ, પિતાના બાપને બેરન કે કર્નલ તરીકે સ્વીકારવા તૈયાર ન હતે.
- ઘર જડતાં તેણે બારણું ઠોકર્યું. એક સ્ત્રીએ હાથમાં નાના દીવા સાથે આવીને બારણું ઉધાડયું.
“મ. પિન્ટમસ છે?” બાઈ ચુપ રહી. “આ તેમનું જ ઘર છેને?” બાઈએ ડોકું હલાવ્યું. “હું તેમને મળી શકે?” બાઈએ ડોકું હલાવીને ના પાડી. “પણ હું તેમને પુત્ર છું; તે મને મળવા માગે છે.” “હવે મળવા નહિ માગી શકે.”
તેણે જોયું કે બાઈની આંખમાં આંસુ હતાં. બાઈએ એક નીચી એડીનું બારણું બતાવ્યું. મેરિયસ અંદર દાખલ થયો.
એક ઝાંખી મીણબત્તીના પ્રકાશમાં તેણે જોયું કે ઓરડામાં ત્રણ જણ હતા : એક ઊભા હતા, એક ઘૂંટણિયે પડયો હતો અને ત્રીજો ચત્તાપાટ ભય ઉપર સૂતેલો હતે. ભોંય ઉપર સૂતેલો માણસ કર્નલ હતું, ઊભેલો માણસ ડૉકટર હતો; અને ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરતે માણસ પાદરી હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org