________________
લે મિઝરાયલ ચૂપ રહ્યો, પણ પછી ધીમે ધીમે તેણે પોતાના હૃદયનો ભાર તેમની સમક્ષ ખાલી કરવા માંડ્યો, અને તે બંને ભલા માણસને પુત્રને ખાતર પિતાના સુખને ત્યાગ કરનાર પિતાની બધી વાત જાણવા મળી. પરિણામે પાદરી મેબોફને ધીમે ધીમે આ માણસ પ્રત્યે પ્રશંસા અને સહાનુભૂતિની લાગણી જન્મી. કર્નલને પણ આ ભલા પાદરી તરફ સ્નેહની લાગણી બંધાઈ. અને જ્યારે બંને પક્ષે સારામાણસાઈ મોજુદ હોય છે, ત્યારે એક પાદરી તથા એક સૈનિક આપસઆપસમાં વધુ સહેલાઈથી ભળી જઈ શકે છે. કારણ કે, બંને અંતે તે સમાન કેટીના માણસે છે: એક જણ પૃથ્વી ઉપરના પિતાના દેશનો ભક્ત છે, ત્યારે બીજો સ્વર્ગમાંના પોતાના દેશને ભક્ત છે. બીજો કશો તફાવત તેમની વચ્ચે નથી.
વર્ષમાં બે વાર, મેરિયસ પોતાના બાપને કાગળ લખતો; તે કાગળો તેની માસી લખાવતી અને તેમને નમુનો કોઈ કાગળ-પત્ર લખતાં શીખવનાર પોથીમાંથી ઉતાર્યો હોય એમ જ કોઈને લાગે. પિન્ટમસી તેને અતિ ભાવભર્યા શબ્દોમાં જવાબ લખતો, પણ મેરિયસના દાદા તે કાગળો ઉઘાડ્યા વિના જ પોતાના ખીસામાં સરકાવી દેતા.
૪૧ ‘મહાકલંકને અંત બીજા બધા છોકરાઓની પેઠે મેરિયસ પણ ભણતરની જુદી જુદી કોણીઓમાં થઈને પસાર થવા લાગ્યો. કૉલેજનાં વર્ષો પૂરાં કરી તે કાયદાની શાળામાં દાખલ થયો, ત્યારે તે દાદાની પેઠે પાકો ઝનુની રાજભક્ત બની રહ્યો. જોકે, બીજી બધી રીતે તે ઉદ્યમી, શાંત, ખાનદાન, ઉદાર, સ્વાભિમાની અને ઉમદા જુવાનિયો હતે; કઠોર કહી શકાય એટલી હદે તે સ્વમાની હતો, અને અતડો કહી શકાય તેટલી હદે તે સ્ત્રીએથી અસ્કૃષ્ટ રહે.
૧૮૨૩માં મેરિયસે તરતના જ અઢારમા વર્ષમાં પ્રવેશ કર્યો હતે. એક સાંજે તે ઘેર આવ્યો ત્યારે તેણે તેના દાદાને હાથમાં એક કાગળ સાથે ઊભેલા જોયા.
“મેરિયસ, તારે કાલે વર્નોન જવાનું છે.” “ શા માટે?” “તારા બાપને જોવા માટે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org