________________
૧es
કનલ પિન્ટમર્સી છે. જલેનેર્મન્ડ પોતાના જમાઈ સાથે કોઈ પણ જાતને સંબંધ રાખતા જ નહિં; તથા તે જમાઈ પણ તેના પુત્રને ચોરીછૂપીથી મળવાને કે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન સરખો ન કરે, એવી તાકીદ તેને આપવામાં આવી હતી. જો તેમ કરતાં તે પકડાય, તે છોકરાને તરત હાંકી કાઢવાની અને તેને નાવારસદાર ઠરાવવાની ધમકી પણ આપી હતી. મે. જીલેનર્મન્ડને મતે પિન્ટમસ મહારોગના ચેપ જેવો ખરાબ માણસ હ; તેને સંસર્ગ રાખી જ ન શકાય. પિન્ટમસ આ બધી શરતો કબૂલ રાખી એ ઠીક ન કર્યું, પરંતુ તેણે છોકરાનું હિત થાય છે એમ માનીને પોતાની જાતનું બલિદાન આપ્યું.
મેં. જીલેનેમન્ડને વારસે ખાસ મોટો ન હતો, પણ તેમની મોટી દીકરીને મા તરફથી ભારે વારસો મળ્યા હતા, અને તેની બહેનનો દીકરો જ તેને પણ સ્વાભાવિક વારસદાર કહેવાય. એ છોકરે કે જેનું નામ મેરિયસ હતું, તે એટલું જાણતે કે પિતાને બાપ છે; પણ એથી વિશેષ કશું જાણત નહિ. કોઈ તેને વિષે એને એક શબ્દ પણ કહેવું નહિ; અને જ્યારે કદીક પણ તેને પિતાના બાપ વિષે કશું સાંભળવા મળતું, ત્યારે તે ઉપરથી તેને પિતાના બાપ વિષે એવો જ ખ્યાલ દૃઢ થતું કે તે સારે માણસ નથી, તથા તેનાથી પિતાને શરમાવા જેવું છે.
છોકરો આ પ્રમાણે મોટે થતો જતો હતો. તે દરમ્યાન પિન્ટમર્સી દર બે કે ત્રણ મહિને ગુપચુપ પેરિસમાં આવત; અને મેરિયસ પોતાની માસી સાથે સેંટ સસ્પાઈસના. દેવળમાં પ્રાર્થના માટે જતા, ત્યારે પોતે દેવળના એક થાંભલા પાછળ છુપાઈ, નિશ્વ ટપણે, શ્વાસ લેવાની પણ હિંમત કર્યા વિના તેના તરફ જોઈ રહેતો.
તેની આ પ્રવૃત્તિથી જ તે વર્નોનના પાદરી મેફના પરિચયમાં આવ્યો હતે.
એ ભલા પાદરી મેકને ભાઈ સેંટ સસ્પાઈસના દેવળનો વૉર્ડન – અધિકારી હતો. તેણે મોં ઉપર લડાઈના ચાઠાવાળા આ માણસને આ રીતે પોતાના છોકરા તરફ આંસુભરી નજરે જોતે ઘણી વાર નિહાળ્યો હતે. એ દશ્ય તેના હૃદયમાં અંકિત થઈ ગયું હતું. એક દિવસ તે પોતાના ભાઈને મળવા વન આવ્યો, ત્યારે પુલ ઉપર તેને કર્નલ પિન્ટમસને ભેટ
તેને તરત સેંટ સપાઈવાળો માણસ યાદ આવ્યો. તેણે પોતાના ભાઈને એની વાત કહી અને બંને કશુંક બહાનું કાઢી પિન્ટમર્સને ઘેર ગયા. એ મુલાકાત બીજી અનેક મુલાકાતેનું કારણ બની. કર્નલ પ્રથમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org