________________
લે મિઝેરાલુ ધ્વજ એ જીતી લાવ્યો, ત્યારે તેના મોં ઉપર એક લાંબો તરવારનો ઘા પડ્યો હતો; અને જયારે લોહી ખરડાયેલા મોંએ એ જીતેલ ધ્વજ તેણે નેપોલિયનના ચરણ આગળ ધર્યો, ત્યારે નેપોલિયન ખશી થઈને બેલી ઊઠ્યો : “તને હું કર્નલને હોદ્દો આપું છું, તને હું બૅરનનું પદ બકું અને લીજિયન ઑફ ઑનરને અમલદાર બનાવું છું!” પિન્ટમર્સીએ જવાબ વાળ્યો : “નામદાર, હું મારી વિધવા તરફથી આપને આભાર માનું છું.” એક કલાક બાદ તે હેઈનના નાળા ઉપર ગબડી પડ્યો, ત્યારે તેના ઉપર કેટલાય સૈનિકોનાં શબને ઢગલે થઈ ગયો.
મોડી રાતે રણભૂમિ ઉપરનાં મડદાંને માલસામાન ચોરવા આવેલા થેનારડિયરે તેનાં ઘડિયાળ – વીટી ઉતારી લીધાં અને તેને ઢગલા નીચેથી ખેંચી કાઢયો.
નેપોલિયનના પતન બાદ ફ્રાંસમાં રાજવાંશની ફરી સ્થાપના થઈ. રાજા લઈ અઢારમાએ નેપોલિયને બક્ષેલા કશા હોદ્દા કે ખિતાબ મંજૂર ન રાખ્યા; અને પિન્ટમસીને નૌકાસૈન્યના અર્ધા પગારે નિવૃત્ત કરીને વનમાં વસાવવામાં આવ્યો : અર્થાત્ શંકાશીલ માણસ તરીકે નજર હેઠળ રાખવામાં આવ્યો. વર્લેનમાં એક નાનું ઘર પસંદ કરીને તે રહેવા લાગ્યો. નેપેલિયનની હકૂમત દરમ્યાન બે લડાઈઓ વચ્ચે તેને રાજભક્ત મોં. જીલેનર્મન્ડની નાની પુત્રી સાથે પરણવાને વખત મળ્યા હતા. ડેસે ભારે ગુસ્સે થઈ ગયો હતો, પણ તે દિવસેમાં રાજભક્તાને દબાયેલા રહેવાનું હતું, અને તેણે સંતોષ માન્યો કે એ જંગલીઓના રાજ્યમાં મોટાં મોટાં કુટુંબોની એથી પણ માઠી વલે થઈ છે. ૧૮૧૫માં મૅડમ પિન્ટમસ જે દરેક રીતે એક ઉમદા અને અસામાન્ય બાઈ હતી તથા પોતાના પતિને સર્વ પ્રકારે લાયક હતી, તે એક બાળક પુત્રને પાછળ મૂકીને અવસાન પામી. એ પુત્ર બાપની એકલવાયી જિંદગીમાં આનંદનું સ્થાન થઈ પડત; પરંતુ મોં. જીલેનર્મન્ડે જીદે ભરાઈને તેની માગણી કરી અને જણાવ્યું કે, જો એ બાળક તેમના હાથમાં સોંપી દેવામાં નહિ આવે, તે તે તેને પોતાની મિલકતનો વારસદાર નહિ બનાવે. બાપ છોકરાનું હિત વિચારી એ વાત કબૂલ રાખી, અને છોકરો દૂર થતાં ફૂલો ઉપર પ્રેમ કરવાનું શરૂ કર્યું.
વધારામાં તેણે કોઈ પણ પ્રવૃત્તિ કે ચળવળમાં ભાગ લેવાનું પણ છોડી દીધું તેણે પોતાના વિચારોને એક બાજુ પોતાની નિર્દોષ બાગકામની પ્રવૃત્તિ, તથા બીજી બાજુ પિતે પૂર્વે કરેલાં મોટાં પરાક્રમની યાદગીરી વચ્ચે વહેંચી નાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org