________________
૩૮
તે ઝિરાયલ - પણ તે તે મરી ગયો છે. જાવટે એક શબ્દ બોલ્યા વિના મેદફમેલ જવા ઊપડ્યો.
તેને માંટફમેલમાં ઘણી બાબતેના ખુલાસા થવાની આશા હતી, પણ ત્યાં તે બધું ઊલટું જ નીકળ્યું. થેનારડિયરે સમજી જઈને આખી વાત ઠંડી પાડી દીધી હતી. શરૂઆતમાં તે કૉસેટના અપહરણની વાત તેણે ચાલવા દીધી; પણ પછી થનારડિયર સમજી ગયો કે, એમ તો પોલીસોની. નજર તેના તરફ વળશે ! અને ઘુવડને સૌથી વધુ બીક તેના ઉપર પ્રકાશ પડે તેની હોય છે. કારણ કે, અજ્ઞાતપણાના અંધકારમાં જ તે પ્રાણીઓને બધે વ્યવહાર ચાલતો હોય છે એટલે તેણે પોતાની સ્ત્રીના મોંમાં ડ્રો મારી દઈ, લોઠે આગળ નવાઈ પ્રગટ કરવા માંડી : “ અપહરણ શું ને વાત શું? અલબત્ત, મારી પાસેથી તે વહાલી બાળકી લઈ જવામાં આવી એટલે મને એમ જ લાગે કે, તે ઝુંટવી લેવામાં આવી છે. પણ તેના દાદા આવીને લઈ જાય તેમાં મારાથી શી રીતે ના પડાય ? અને બિચારા બધી રકમ ચૂકવીને લઈ ગયા છે.”
દાદાની વાતથી જાવર્ટના મનને વહેમ દૂર થઈ ગયો અને તે ગણગણ્યા કે જીન વાલજીન ખરેખર મરી જ ગયો છે.
આમ, બધી વાત તેના મનમાથી સરી જવા લાગી હતી. તેવામાં મારી ૧૮૨૪ના અરસામાં પૅરિસના અમુક ભામાં દાન કરતો એક ભિખારી રહેતો હોવાની વાત તેના સાભળવામાં આવી. તેની સાથે એક સાત-આઠ વરસની છોકરી પણ રહેતી હતી. તે માંટફરમેલથી આવ્યા હતા, એ સિવાય એ છોકરી પોતે બીજું કશું જાણતી ન હતી. ફરી પાછું માંટફરમેલ જાવર્ટના કાન ખગ્ન થઈ ગયા.
જેને પેલો માણસ અવારનવાર દાન આપતા, તે ઘરડો ભિખારી પહેલાં પોલીસખાતાને માણસ હતો. તેની પાસેથી જાવર્ટને બીજી થોડી વિગના પણ મળી : એ માણસના કોટમાં લાખ ક્રાંકની બેંક-નોટો સંવા દીધેલી છે; તે સાંજના જ ફરવા નીકળે છે, ઇત્યાદિ. જાવટે ખાતરી કરવા એક દિવસ તેની જગાએ તેના કપડાં પહેરીને બેઠો, અને પેલાનું મેં જોઈ લેવા તેણે પ્રયત્ન કર્યો. તે વખતે બંનેના નગ્ન (નગી વાત * આ જાવટ છે’ એમ લાગવાથી જીન વાલજીન જેટલો ચાંકી ઊઠ્યો, તેટલો જ ના ઇન વાલજીન છે,’ એમ લાગવાથી જાવર્ટ પણ ચોંકી ઉઠ્યો. પરંતુ અંધારામ, આભાસ પણ થયો હોય; એટલે વધુ ખાતરી કરવા જવર્ટ તેની પાછળ પાછળ તેને મકાને ગયે અને ડેસીને મે ઉઘાડી ઘણી વાતે પૂછી આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org