________________
૨૯
પીછો જીન વાલજીનની પૂછે વાચકને આગળ લઈ જતા પહેલાં ઘટનાના કમમાં થોડુંક પાછળ લઈ જ આવશ્યક છે. ફેન્ટાઇનની મરણપથારીએથી પકડાયા પછી, જીન વાલજીન મની જેલમાંથી નાસી છૂટયો હતો ત્યારે પોલીસને ખાતરી જ હતી કે, તે સીધો પૅરિસ જશે. કારણ કે પેરિસની શેરીઓનું જાળું અને માણસની ગિરદી ગુનેગારોને છુપાવામાં ગાઢ જંગલ કરતાં વધુ મદદગાર નીવડે છે. મ0ના નગરપતિની શોધ પણ તેથી પેરિસમાં જ કરવાની થતાં, તે કામમાં મદદ કરવા માટે પિોલીસખાતા તરફથી જાવટની બદલી પરિસમાં કરવામાં આવી. તે વખતે જીન વાલજીનને પકડી આપવામાં તેણે જે ખંત તથા હોશિયારી દાખવ્યાં હતાં, તેથી ખુશ થઈ પોલીસવડાએ તેને કાયમ માટે પેરસ ખાતે જ રાખી લીધો હતો.
જન વાલજીનની વાત ધીમે ધીમે જાવર્ટના મનમાંથી વિસારે પડવા લાગી હતી; તેવામાં અચાનક એક દિવસે ડિસેંબર ૧૮૨૩ ના અરસામાં બધું જોતી વેળા તેના વાંચવામાં આવ્યું કે, જીન વાલજીના દરિયામાં લપસી પડવાથી ડૂબી મૂઓ. એ ખબર એવી રીતે આપવામાં આવી હતી કે, તે બીના બાબત કદી શંકાને સ્થાન ન રહે. એટલે એ વાંચીને જાવટે ડોકું ધુણાવી માત્ર એટલું જ ગણગણો, “ત્રક ત્યારે, ભાઈસાહેબ આ વખતે તો કાયમના છટકયા !”
- થોડા દિવસ બાદ પૅરિસના પોલીસખાતાને જિલ્લાના ખાતા તરફથી એક બાળકીનું મેટફમેલમાંથી વિચિત્ર સંજોગોમાં અપહરણ થયાનો અહેવાલ મળ્યો. એ શહેરના એક વીશીવાળાને ત્યાં ફેન્ટાઇન નામની એક સી કૉસેટ નામની પોતાની બાળકીને મૂકી ગઈ હતી. બાળકીને કોઈ અજાણ્યા શખસ આવીને તાજેતરમાં ઉઠાવી ગયો હતો. જાવર્ટના હાથમાં એ અહેવાલ આવતાં જ તે ચેકી ઊઠયો. જીન વાલજીને પકડાતી વખતે ફેન્ટાઇનની બાળકીને છોડાવી લાવવા માટે પોતાને ત્રણ દિવસની મુદત આપવા આજીજી કરી હતી એ વાત તેને યાદ આવી. વળી તેને યાદ આવ્યું કે, જીન વાલજીન ફરી પૅરિસમાં પકડાયો હતો ત્યારે તે મેટફરમેલ જતી ટપાલ-ગાડીમાં જ બેસવા જતો હતો. મોંટફરમેલમાં એને શું કામ હોઈ શકે? હવે જાવર્ટને સમજાયું – પેલી ફેન્ટાઇનની છોકરી જ ત્યાં હતી! હવે આ બાળકને કોઈ અજાણ્યા માણસ ઉઠાવી ગયો હોય, તે તે કોણ હોઈ શકે?—- જન વાલજીન?
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org