________________
૩૦૮
લે મિરાયલ અને એ સારું થયું. કારણ કે નહિ તો થોડા વખત બાદ એકની પાછળ થોડે દૂર બીજો એમ છ જણા ભીંત સરસા ચાલતા ચાલતા એ દરવાજા તરફ જ આવી રહ્યા હતા.
ત્યાં ભેગા થઈ અંધારામાં તેઓએ મસલત આરંભી દીધી. એક જણે ધીમે ધીમે સળિયા તપાસવા લાગ્યો. એપનીને થંડી વાર પહેલાં હલાવેલા સળિયા પાસે તેનો હાથ આવ્યો કે તરત ઝપ દઈને અંધારામાંથી એક બીજો હાથ તેના ઉપર પડ્યો.
“અંદર કૂતરો ફરે છે.” એટલું બોલી એક છોકરી ઝટ તેની સામે આવીને ઊભી રહી. જંગલી પ્રાણીઓ જ્યારે અચાનક રોકે ત્યારે વધુ વિકરાળ બની જાય છે. પેલો પણ એક ડગલું પાછો પડીને બોલ્યો, “આ ડાકણ કોણ છે?”
તમારી દીકરી.” એપનીને થેનારડિયરને જવાબ આપ્યો હતે.
એપનીનને આગળ આવેલી જોઈ, બાકીના પાંચ, અર્થાત કૉકેસસ, ગૂલમેર, બૅબેટ, મોંટપાને અને ધ્રુજ કશ અવાજ કર્યા વિના તેની આસપાસ ટોળે વળ્યા. દરેક પાસે કંઈક ને કંઈક વિચિત્ર આકારનું ઓજાર હતું. .
“હું અહીં કેમ ઊભી છે? અહીં શું કરે છે? ગાંડી થઈ છે કે શું? ચાલ, ખસ, વેગળી.” થનારડિયરે તડૂકીને પણ ધીમેથી કહ્યું.
એપોનીન તેના ગળા ઉપર છલાંગ મારીને બોલી, “વાહ, હું અહીં છું કારણ કે હું અહીં છું. પયર ઉપર ન બેસવાનો પણ કંઈ કાયદો છે કે શું? ખરી વાત તે એ છે કે, તમે લોકોએ અહીં ન હોવું જોઈએ. તમે અહીં શા માટે આવ્યા છો? મેં મૅનોન મારફત કહેવરાવ્યું હતું કે, અહીં કાંઈ મળે તેમ નથી? પણ બાપુજી, તમે કયારે છુટયા? મને જરા ભેટો
તો ખરા!”
પણ થનારડિયર તે તેના હાથ આમળીને છૂટો થઈ ગયો અને બોલ્યો, “ઠીક ઠીક, હું છૂટયો છું, બસ? હવે તું અહીંથી ચાલતી થા, જોઉં.”
“વાહ બાપુજી, તમેય ખરા છે! મારી માની ખબર તે કહો. ચાર મહિને તમે મળ્યા, અને તમે તે મને પૂરી ભેટવા પણ દેતા નથી.” અને તેણે બાપને ગળેથી પકડયો.
હવે આ બધાં લાડ હમણાં રહેવા દે જોઉં !” બૅબેટ બોલ્યો.
એપનીન હવે એ પાંચે તરફ વળી, અને દરેકને નામ દઈને બોલાવીને કહેવા લાગી, “તમે લોકો ખરા છો! જેલમાંથી સંદેશો મોકલ્યો એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org