________________
ઓળો ઘેરાય છે " ના; કંઈ જ નહિ વળી.”
વાત તો ખરી હતી! તેણે તેનું કશું બગાડયું ન હતું, ઊલટું સુધાર્યું હતું. પરંતુ માત્ર કશું બગાડ્યું નથી એટલું કહીને ચૂપ ઊભા રહેવું એ કંઈ પૂરતું નથી. પરંતુ મેરિયસ ચૂપ જ ઊભો રહ્યો.
એપનીન કંઈક બોલવા ગઈ, “મને હવે કહો...”
પણ પછી જાણે તેના મોંમાંથી શબ્દ નીકળ્યા જ નહિ. થોડી વાર ચૂપ રહી, હસીને પાછી બોલી, “ીક, પણ,-” ફરી પાછી તે ચૂપ થઈ ગઈ. તેણે આંખે ઢાળી દીધી.
મેરિયસ જવાની ઉતાવળમાં હેય તેમ અધીરો થઈને ઊભો હતે. છેવટે અચાનક એપનીન બોલી ઊઠ, “વરુ; આવજે, મેરિયસ મહાશય.”
અને આટલું બોલી તે ચાલતી થઈ.
બીજે દિવસે એટલે કે ૧૮૩૨ની ત્રીજી જૂનને દિવસે – એ દિવસ પેરિસ ઉપર ઝઝુમી રહેલા કારમાં બનાવોનાં વાદળોને કારણે નોંધપાત્ર છે – રાત પડતાં મેરિયસ આગલી સાંજની જેમ એ જ રસ્તે, એ જ પ્રમાણે, હૃદયમાં આનંદસમાધિના તરંગો ઝીલતે ઝીલતો જતો હતો. એટલામાં તેની નજર ઝાડના અંધારામાં સામેથી આવતી એપેનીન ઉપર પડી. એક પછી એક બે દિવસ લાગતાગટ! મેરિયસ છંછેડાઈ ગયો. તે બોલ્યાચાયા વિના જલદી રસ્તો બદલી બીજી શેરીમાં થઈને રૂ પ્લમેટ તરફ વળ્ય.
એ કારણે જ એપનીન હવે તેની પાછળ પાછળ રૂ પ્લમેટ તરફ ગઈ. પહેલાં તેણે એમ કદી કર્યું ન હતું. અત્યાર સુધી તે એક બાજુ ઊભી રહીને, તેને મળવાનો પ્રયત્ન કર્યા વિના, તેને જોઈને જ સંતોષ માનતી. આગલી રાતે જ તેણે તેની સાથે બોલવા પ્રયત્ન કર્યો હતે.
એપનીને મેરિયસને દરવાજને સળિયો ખસેડી અંદર જ જે. “ ઓહ!” તે ગણગણી, “એ તે ઘરમાં જ જય છેને!”
તે પણ દરવાજાના સળિયા પાસે ગઈ અને એક પછી એક સળિયો હલાવી જોયો. મેરિયસે જે સળિયો ખસેડ્યો હતો તે તેના હાથમાં તરત આવી ગયો.
તે એ સળિયા પાસે જ બેસી ગઈ. ત્યાં આગળ દરવાજાની ભીંતના થાંભલાનો ખૂણો પડતું હતું, એટલે તે પૂરેપૂરી ઢંકાઈ ગઈ હતી.
ભાઈસાહેબ અહીં રોજ આવતા હોય એમ લાગે છે!” તે લેડી વાર પછી ગણગણી. ત્યાં થઈને પસાર થતા એક વટેમાર્ગ એ અવાજ સાંભળીને તથા કોઈને ત્યાં ન જોઈ બીનીને જરા ઝડપી પગલે આગળ ચાલી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org