________________
૩૩૬
લે મિરાટG હજુ સુધી લશ્કરની કશી હિલચાલ આ મોરચા તરફ દેખાતી ન હતી. અંધારું થતાં એક મશાલ સળગાવવામાં આવી અને તેને પથરાઓની આડમાં મોરચા ઉપર એવી રીતે ગોઠવવામાં આવી; જેથી પવન ન લાગે અને તેનું અજવાળું પેલા લાલ વાવટા ઉપર જ પડે. અંધારા વચ્ચે પ્રકાશમાં ફરફરતો એ લાલ વાવટે ભયંકર દેખાવ પૂરો પાડને હવે : જાણે મોતની લબકારા લેતી જીભ.
નવરા બેસી રાહ જોવાના આ લાંબા ગાળાથી એલરસ અધીરે થઈ ગયો. મોટી ઘટનાઓ ઊભી કરવાનું જે લોકોને ભાગ આવેલું હોય છે, તેઓની અધીરાઈ વધારે તીવ્ર હોય છે. તે ગેઘોચને શોધવા ચાલ્યો. મેવોચ બે મીણબત્તીઓના પ્રકાશમાં ટોટા બનાવવાના કામે લાગી ગયો હતો. પ્રકાશ ઉપરના માળ તરફ ન જાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી.
પેલે રૂ દ બિલેટ્સવાળો ઊંચે માણસ હવે વીશીના ઓરડામાં આવીને ટેબલ પાસેના અંધારા ખૂણામાં બેઠો હતો. તેને ભાગે એક મોટી બંદૂક આવી હતી, તે તેણે પોતાના બે ઢીંચણ વચ્ચે ઊભી કરી રાખી હતી.
જયારે તે અંદર આવ્યો, ત્યારે ગવોચની નજર તેના કરતાં તેની લાંબી બંદૂક ઉપર પડી; અને પછી તે તેના મોં ઉપર નજર પડતાં જ, “આ શું? ખરેખર? એ જ હોય? અહીં ક્યાંથી?” એમ બોલતો તરત તે ઊભે થઈ ગયે.
પેલો લાંબો માણસ અત્યાર સુધી મોરચાનાં બધાં માણસોની કામગીરી બરાબર ધ્યાનમાં લઈ, અત્યારે જાણે પોતાના માથામાં એ બધી વિગતે ખીલીઓ ઠેકીને ટિંગાવ હોય તેમ આંખે અધ મીંચીને બેઠો હતો.
ગોચ એડી ઉપર ઊભા થઈ ગુપચુપ તેની આસપાસ ફરતો ફરતો તેનું બારીક નિરીક્ષણ કરવા લાગ્યો. અચાનક એજેલસે તેને પકડ્યો અને બહાર લઈ જઈ તેને કહ્યું, “તું બહુ નાનું છે તું મોરચાના ખૂણા આગળથી બહાર નીકળી, મકાનની નજીક લપાતો લપાત સામેની શેરીની બહાર જઈને જોઈ આવ કે લશ્કરની શી હિલચાલ છે?”
ત્યારે નાના માણસો પણ કામના હોય છે ખરા! ચાલો, એ બહુ સારું થયું, હું જાઉં છું.” પછી તેણે ધીમે અવાજે એજેલરસને નીચે નમાવીને કાનમાં કહ્યું, “જુઓ પેલો ઊંચે માણસ છેને?”
તે સરકારી જાસુસ છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org