________________
મારચાનું મડાણ
૩૩૫
એના આનંદ એ તેની પાંખા હતી. એ જાણે એક પવનને વંટોળ હોય તેમ ઘૂમરી ખાતે હતા. ચારે બાજુ હવામાં તે ઘૂમી – વ્યાપી રહ્યો હતો. નકામા ફરનારાઓને તે વિચિત્ર અનેાખી રીતે એ ચીડવતો, આળસુએને તે ઉશ્કેરતા, થાકેલાઓને પાણી ચડાવતા, વિચારવંતોને ઉત્તેજના પૂરી પાડતા; કેટલાકને આનંદમાં, કેટલાકને હાંમાં, બીજાઓને ગુસ્સામાં અને સૌને ગતિમાં રાખતા.
તેના નાના બાહુઓમાં શાશ્વત ગતિ ભરેલી હતી અને તેનાં નાનાં ફેફસાંમાંથી શાશ્વત પાકારો નીકળ્યા કરતા હતા.
છતાં પેાતાની ઘેાડા વિનાની પિસ્તોલ જોઈને તે ગાંડા બની જતા. દરેક પાસે જઈને તે બંદૂક માગતા, “મારે એક બંદૂક જોઈએ; મને કોઈ એક બંદૂક કેમ આપતું નથી ?”
અલ્યા તારે બંદૂક જોઈએ ?” કોમ્બીફેરે પૂછયું.
66
હા, શા માટે નહિ? ૧૮૩૦માં ચાર્લ્સ દસમા સાથેની તકરાર વખતે મારી પાસે હતી.”
66
ઐોલરસે ખભા મચકોડયા, ‘જ્યારે મેટાને બંદૂકો મળી રહેશે, ત્યારે અમે છેકરાઓને આપીશું.
86
ગેબ્રોચ ઝનૂનમાં પાછા ફરીને બાલ્યા, મારા પહેલાં જ્યારે તમે મરી જશા, ત્યારે હું તમારી જ બંદૂક લઈશ!”
પીઠાથી થાડે દૂર મેારચાના છેડા અને ઘરની ભીંત વચ્ચે એક માણસ નીકળી શકે તેટલી જગા રાખવામાં આવી હતી, જેથી તેમાંથી બહાર નીકળી હુમલા કરી શકાય. પેલી ઊભી કરેલી બગીના એક દાંડો દોરડા વડે ખેંચીને ઊંચા કરવામાં આવ્યા હતા અને તેના ઉપર લાલ વાવટા ચડાવવામાં આવ્યા હતા, નાના મેરા પીઠાની પાછળ આવેલા હાવાથી, અહીંથી તે દેખી શકાય તેમ ન હતા. પીઠું એ બે મેારચાના ખૂણા ઉપર જ હતું.
આ બધી ગેાઠવણી કરતાં એક કલાક ગયો. પછી વીશીમાંથી એક ટેબલ ખેંચી લાવી તેના ઉપર એન્જેલરસે બંદૂકના ટાટા ભરેલી પેટી ગેાઠવી. કાફે રાફે તેમાંથી થેાડા ઘેાડા બધા બંદૂકવાળાને વહેંચવા માંડયા. દરેકને ભાગે ત્રીસ ટાટા આવ્યા. ઘણા પાસે ફાડવાના દારૂ હતા, પેલી ઢાળી ઢાળીને બનાવવા માંડેલી ગાળી વડે તેઓએ ટોટા બનાવવા માંડયા. ફોડવાના દારૂથી ભરેલું એક પીપ બારણા પાસે અનામત રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org