________________
લે મિઝરા
શેરીને છેડેથી એક બગી જઈ રહી હતી. તરત ડ્રાઇવરને અને બાનુ ઉતારુઓને ઉતારી મૂકવામાં આવ્યાં. બે ઘોડા છેડી મૂકવામાં આવ્યા અને ગાડીને મેરચાના ખૂણા આગળની જરા ખાલી દેખાતી જગાની આડે ઊભી કરી દેવામાં આવી.
૩૩૪
હુશેપ બાનુ બધી તારાજી નજરે જોવી અશકય થતાં બડબડી ઊઠી, “દુનિયાના અંત આવવાના થયો છે, બીજું શું? ”
એન્જેલરસ, કેમ્બ્રીફેર અને કોફે રાક બધાની દેખરેખ રાખી રહ્યા હતા. થોડી વારમાં બે શેરીને ધ કરતા બે મેારચા ઊભા થઈ ગયા. નાના મેસરા માત્ર પીધે। અને શેરીના પથરાએને જ ખડા કરવામાં આવ્યા હતા.
લેકોનાં ટોળાં વધવા લાગ્યાં. આ ટોળાં હવે લડવા ઇચ્છનારા લોકોનાં હતાં. બીજા સામાન્ય લોકો તે, મારા હવે સામેથી લશ્કરના હલ્લા આવવાને લાયક બન્યા છે એવું જોતાં જ, વિદાય થવા લાગ્યા. ભાતભાતની વાતે ચાલવા લાગી. સવારના ત્રણેકના સુમારે જરૂર મદદ આવશે,” “ લશ્કરની કેટલીય ટુકડીએ ફરી જવાની છે,” “આખું પૅરિસ લડવા નીકળી પડવાનું છે,”
66
ઇત્યાદિ ઇત્યાદિ.
હુશૈલૂપ બાનુના રસેાડામાં ફૂલેલા પેટાવવામાં આવ્યા હતા, અને વીશીનું ઓગાળાય એટલું બધું ઓગાળીને ગાળી ઢાળવામાં આવતી હતી. હુશેલૂપ બાનુ અને બીજી બે દાસીઓ જેટલાં કપડાં ફડાય તેટલાં ફાડીને પાટાપિંડી બનાવતાં હતાં.
કાર્ફ રાક, એન્જોલરસ અને કોમ્નીફેરે જોયેલા રૂદ બિલેટ્સવાળા પેલા ઊંચા કદના માણસ નાના મેરચા ઉપર કામ કરી રહ્યો હતો. ગેબ્રોચ મોટા મેટરચા ઉપર કામે લાગેલા હતા. જુવાનિયાના વેશમાં આવેલી એાનીન પેલી બગી ઊંધી વાળવામાં આવી ત્યારની કયાંક અલાપ થઈ ગઈ હતી.
ગેબ્રોચ આખી ધમાલમાં સૌથી વધુ ઉત્સાહમાં હતા તથા આનંદમાં લગભગ ભાન ભૂલીને કામ કરતા હતા. મારચાને ગેાઠવતી વખતે ખિસકોલીની પેઠે ઉપર ચડવું, નીચે ઊતરવું, ભારે વજન જોર કરીને બધા ઉઠાવતા હાય ત્યારે બૂમ પાડીને સૌને પાણી ચડાવવું, વગેરે કામેાથી તે બીજાઓની ગંભીરતા છી કરીને આનંદોત્સાહનું વાતાવરણ ઊભું કરી રહ્યો હતો. જેમ જોખમ વધારે, તેમ તેના ઉત્સાહ અને આનંદ વધારે જીવનની કાળી નરાશા તેના ઉમંગ અને ઉત્સાહની એડી હતી; તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org