________________
મરચાનું મંડાણ
૩૩૩ ગેન્ટરને આવેલો જોઈ નેકરે બે બાટલીઓ તેની સામે ગોઠવી દીધી. લેઈગલે પૂછયું, “અલ્યા તું આ બંને પી જવાને કે શું?” “બે બાટલીઓથી આટલા નવાઈ પામનારા તે તમને જ જોયા!”
પેલા બેએ ખાવાનું શરૂ કર્યું, ગ્રેન્ટેરે પીવાનું. અર્ધી બાટલી તે ખાલી પણ થઈ ગઈ.
“અલ્યા તારા પેટમાં કાણું છે કે શું?” લેઈગલે ફરી ચલાવ્યું. “તારી કોણીમાં તો છે જ.”
“હા ભાઈ હા, મારો કોટ જુનો થશે છે; અને તેથી જ એ મને બરાબર બંધબેસે છે.”
થી વારમાં ત્યાં થઈને એક ટોળું શૌરછકેર કરતું જવા લાગ્યું.
લેઈનલે કોર્ફોરાકને જોતાં જ બૂમ પાડ્યું, “કોર્ફોરાક! તમે બધા કયાં ચાલ્યા ?”
“મોરચો બનાવવા.” “તો પછી અહીં જ બનાવોને; આ જગા સારી છે!” કોર્ફોરાકને અચાનક સૂઝયું : “હા ભાઈ, તારી વાત ખરી છે.”
શેરીમાં યોગ્ય જગા વિચારી તરત મોરચો બાંધવાનું શરૂ થયું. આખી શેરીનાં મકાનવાળાંમાં ગભરાટ ફેલાઈ ગયો. જેટલા બારીબારણાં બંધ થાય તે બધાં બંધ કરી દેવાયાં. ઉપલા માળની એક બનેલી ડોસીએ તે કાચની બારીઓ સામે કપડાં સૂકવવાની વળગણી ઉપર વાળ અને કાથીથી ભરેલું એક ગદેલું લટકાવી દીધું, જેથી બંદૂકની ગોળીઓ રોકાય. મૅડમ હુશેત્રુપની દુકાન એકલી જ ખુલ્લી રહી; કારણ કે, અંદર પેલા મિત્રો ક્યારના અડો જમાવીને બેઠા હતા, અને ઓળખીના સૌને આમંત્રણ આપી ગળું ભીનું કરવા બોલાવતા હતા.
થો મિનિટોમાં લોઢાના સળિયા જયાંથી મળે ત્યાંથી ભેગા કરાયા. તેમના વડે શેરીના પથરા દૂર દૂર સુધી ઉખાડી ઢગલો કરવામાં આવ્યો. ચૂનાના એક વેપારીનાં ચૂનાનાં ત્રણ પીપ ગેચ વગેરે ગબડાવી લાવ્યા. તેમના ઉપર શેરીના પથરાની છાટો ગોઠવવામાં આવી. એન્જોલરસે ડોસી હુશેત્રુપની દુકાનના ભંડારિયામાંથી બને તેટલાં પીપ બહાર કઢાવ્યો અને પેલાં ચૂનાનાં પીપની બાજુમાં ગોઠવાવી દીધાં. પાટડા અને વળીઓ જ્યાંથી ત્યાંથી તોડી લાવવામાં આવ્યાં. થોડી વારમાં માથડાથી ઊંચે ટેકરે આખી શેરીને રોકતે ઊભો થઈ ગયો. તેડીફેડીને કાંઈ ઊભું કરવું હોય, તે જાહેર જનતાના હાથ જેવી કુશળ કોઈ ચીજ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org