________________
૪૪૮
લે મિરાન્ધ મેરિયસને વધુ અકળાવનારી જ બની રહી. એક ડાકુ, ખૂની પોતાની પાસે આવેલા પૈસા શું કામ આપી દે? ઉપરાંત પિતે એ ગુનેગાર છે એ વાત હાથે કરીને ખુલી શા માટે પાડે?
માત્ર કોસેટની સાથે મળવાનું કાયમ રહે તે માટે ? આવો ગુનેગાર કૉસેટ ઉપર કઈ જાતને ભાવ રાખતો હશે? કૉસેટને તેના ઉપર કેવો ભાવ હશે? પોતે આંધળા બની, પ્રેમમાં પડી, આ લોકોની કશી માહિતી વિના જ આ લગ્ન કર્યું, તે શું સારું કર્યું? મેરિયસને આ પ્રશ્ન સૌથી વધુ અકળાવી રહ્યો.
અને તેમાં પાછું કૉસેટને આ કશું કહેવાનું નહિ, તેની પાસેથી કશો ખુલાસો મેળવવાને નહિ, અને બધું પિતાના મનમાં જ વાગળ્યા કરવાનું !
તેણે કૉસેટને કેટલાક સવાલ પૂછીને આડકતરી રીતે આ માણસના તેના પ્રત્યેના ભાવનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ તેને એટલું જ માલુમ પડ્યું કે, કોઈ પણ વત્સલ પિતા પોતાની એકની એક મા વિનાની પુત્રી પ્રત્યે જે ભાવ રાખે, તે સિવાયનો બીજો કશો ભાવ આ માણસે કોસેટ પ્રત્યે કદી દાખવ્યો ન હતો. એ રાક્ષસે તે આ સુકોમળ પંખિણીને રક્ષવાનું જ કલ્યાણકારી કામ કર્યા કર્યું હતું!
૧૦૬
ભોંયતળનો ઓરડો બીજે દિવસે સમીસાંજે જીન વાલજીને મોં. જીલેનર્મન્ડના દરવાજે ટકોરો માર્યો. દરવાન જાણે રાહ જોઈને ઊભો હોય તેમ તૈયાર ઊભે હતો. તેણે તરત જ પૂછ્યું, “મ. બૅરન સાહેબે આપ સાહેબને એમ પૂછવાનું ફરમાવ્યું છે કે, આપ ઉપર પધારશે કે નીચે જ રહેશે ?”
“નીચે જ રહીશ.” જીન વાલજીને જવાબ આપ્યો.
દરવાને નીચેની ઓરડી ઉઘાડી આપી; પછી તે એટલું બોલી ચાલતા થયો કે, “બાનુસાહેબાને ખબર આપું છું.”
એ રડી ભેંયતળ ઉપર આવેલી, અવડ તથા ભેજવાળી હતી. એક શેરીમાં તેની બારી પડતી હતી. તેને સખત જાળી બેસાડેલી હતી. ભોંયતળના કોઠાર તરીકે જ તે કામમાં લેવાતી. એવી એરડીને રોજ
National Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org