________________
એકરાર !
४४७ બંને જુદાં પડયાં નથી; અને હવે તેની સાથે સંબંધ એકદમ છોડી દઈને તેને મળવાનું બંધ કરવું, એ મારાથી બની શકે એવું મને લાગતું નથી. સાહેબ, હું રોજ નહિ આવું; કોઈ કોઈ વાર જ આવીશ તથા બહુ વખત બેસી નહિ રહું. કહેશો તો ઘરને પાછલે બારણેથી જ આવીશ; પણ એ વળી નાહકની ચકચાર જગાવશે; હું નીચેની ભેંયતળ ઉપરની કોઈ ઓરડીમાં જ મળી લઈશ, ઉપર પણ નહિ આવું. પરંતુ આટલી મારી વિનંતી તમે જરૂર સ્વીકારશો.”
“ઠીક; તમે રોજ સાંજે આવશે અને કેસેટ તમારી રાહ જોશે.” મેરિયસે જવાબ આપ્યો.
“આપ ઘણા દયાળુ છે, સાહેબ. હું આપને હાર્દિક આભાર માનું છું.” જીન વાલજીને ગળગળા થઈને કહ્યું.
મેરિયસ જવાબમાં થોડુંક નમ્યો; જીન વાલજીને એનો અર્થ સમજી જઈ તરત ચાલતો થયો.
આ એકરાર જીન વાલજીનને પક્ષે જેટલો દુઃખકર હતું, તેટલો જ મેરિયસને પક્ષે પણ મૂંઝવનાર બની રહ્યો. કૉસેટના રક્ષક તરીકે આ કેસા તરફ મેરિયસને પહેલેથી કંઈક અણગમો તે હતો જ. લક્ષમબર્ગના બગીચાથી માંડીને અત્યાર સુધી આ માણસનાં બધાં ચિત્રો મેરિયસના દિલમાં ઊભરાવા લાગ્યાં. તેમાંય શેનારડિયરને ત્યાં મેરિયસે ભીંત પાછળથી જે ચિત્ર જોયું હતું, તેમાં દાનવીર લે બ્લાન્ક ડે અર્થાત્ જીન વાલજીન સૌથી પહેલો ભાગી છૂટયો હતો તેનું શું કારણ, તે તેને જાવર્ટની જેમ જ સમજાતું ન હતું. હવે તે કારણ તેને સમજાઈ ગયું. એ માણસ નાસી છૂટેલો ગુનેગાર હોય, તે જાવર્ટ જેવા પોલીસ અમલદારથી ન બીએ તો બીજું શું કરે?
પણ હવે મેરિયસને મરચા વખતે આ માણસે ભવેલો ભાગ યાદ આવ્યો. આ માણસ ત્યાં મોરચામાં શાથી આવ્યો હતે તે જ મેરિયસને નહોતું રામજાયું. માત્ર, તેણે જવર્ટને ગોળીથી ઉડાવી દેવાનું જ જાતે માગી લીધું હતું, અને તે કામ તેણે પૂરું કર્યું હતું એનો અર્થ હવે મેરિયસને સમજાયો. જાવર્ટને મારી નાખીને જ આ ગુનેગારે પિતાનું વેર પૂરું કર્યું હતું! અર્થાત ક્રાંતિકારીઓના મોરચાનો આવો ગેરલાભ તેણે ઉઠાવ્યો હતો !
છતાં આ ગુનેગાર પોતે હાથે કરીને બધું કબૂલી ગયો, ઉપરાંત કૅસેટના સા પણ કોઈને ખબર ન હતી છતાંય પાછા સોંપી ગયો, એ વસ્તુઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org