________________
લે મિરાન્સ નહિ થઈ શકે, મહાશય, હું આપને પગે પડીને વિનંતી કરું છું કે, આ કશી વાત તમે કૉસેટને ન કહેશે. ના. ના, તમે મને પવિત્રમાં પવિત્ર સોગંદ ખાઈને વચન આપે.”
તે એકદમ આરામ ખુરશીમાં બેસી પડ્યો, અને બંને હાથ માં ઉપર ઢાંકી ડૂસકાં ખાવા લાગ્યો. અચાનક ધીમે અવાજે તે એટલું ગણગણ્યો, “હું મરી ગયો હોત તો સારું થાત.”
મેરિયસ આ વૃદ્ધ માણસની મનોવેદનાથી એકદમ અકળાઈ ઊઠયો. તે બોલ્યો, “શાંત થાઓ; હું આ વાત મારી પોતાની પાસે જ રાખીશ. અને બીજે, તમે કૉસેટના પૈસા જતનપૂર્વક સંભાળી રાખીને મને આપ્યા તે બદલ તમને મારે કંઈક ખુશ કરવા જોઈએ. તમે જ રકમ નક્કી કરીને માગી લે. તમે એ રકમ મોટી ઠરાવશો તે પણ તે તમને ચૂકતે કરવામાં આવશે.”
જીન વાલજીનથી આ ઘા સહન ન થઈ શક્યો. તે ધીમેથી એટલું જ બોલ્યો, “આપનો આભાર, સાહેબ, પણ મારે એ બદલ કંઈ જ વળતર નથી જોઈતું.”
તે થેડી વાર ચૂપ બેસી રહ્યો. પછી એકદમ ઊભો થયો અને બોલ્યો, હવે એક છેવટની વાત. સાહેબ.”
શી?”
તે થોડાંક ગળચવાં ખાઈને બોલ્યો, “હવે તમે બધું જાણ્યું છે, એટલે હું ફરી કોસેટને મળવા આવું એમ નહિ જ ઈચ્છો.”
ના આવો તો ઘણું સારું, એમ મને લાગે છે.” મેરિયસે જવાબ આપ્યો.
ઠીક હું તેને ફરી મળવા નહિ આવું.” જીન વાલજીન ગણગો અને પછી બારણા તરફ ચાલ્યો. તેણે કળ દબાવીને બારણું ઉઘાડવું, અને પાછું તરત બંધ કરીને તે મેરિયસ તરફ પાછો આવ્યો.
“પણ સાહેબ, તમે જે કબૂલ રાખો, તે હું તેને મળવા આવું. મારે માટે એ બહુ જરૂરી ચીજ છે. જો મને કોસેટને મળવા આવવાની ઇચ્છા ન હોત, તે આ કબૂલાત જ મેં તમારી આગળ ન કરી હોત. હું જો તમને સૌને સુખી જોઈને દર ચાલી ગયો હતો, તો તે સૌ સારાં વાનાં જ થાત; પરંતુ કોસેટથી દૂર જવું એ મને અશક્ય લાગ્યું, એટલે જ તેની પાસે રહી શકાય અને તે કોઈને છેતર્યા વિના – એવું કરવા માટે જ આ કબૂલાત કરી લેવાના નિર્ણય ઉપર હું આવ્યો હતો. નવ વર્ષથી સુખમાં ને દુ:ખમાં અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org