________________
એકરાર !
૪૪૫
કે આબરૂદાર ગણી શકીશ ! પોતાના અંતરાત્મા સમક્ષ ગૌરવ અનુભવવું એ કેટલી મેાટી સુખની વાત છે, એ કાલે આખી રાત લેાહીનાં આંસુ રેડીને મે શોધી કાઢયું છે. જીવનની શરૂઆતમાં જીવતા રહેવા માટે મેં એક વખત રોટીના ટુકડાની ચેરી કરી હતી; હવે આજે જીવતા રહેવા માટે હું બીજાનું નામ ચેરવા માગતા નથી, હું જીન વાલજીન છું — લશ્કરી વહાણ ઉપર જીવનભર કેદની સજા પામેલા અને નાસી છૂટેલા ગુનેગાર !”
ગ્
મેરિયસે હવે ધીમે રહીને કહ્યું, “મારા દાદાને સારી લાગવગ છે. હું તમારે માટે માફી મેળવી લાવીશ.
"
66
એ ખટપટમાં પડવાની કશી જરૂર નથી, સાહેબ; પેાલીસા મને મરી ગયેલા માને છે, અને એટલું જ બસ છે. મરી ગયેલાની કોઈ તપાસ કરતું નથી. મૃત્યુ અને માફી એ બાબતમાં સરખાં જ છે. મારે મારા અંતરાત્માની જ માફી મેળવવી છે, અને એ માફી આ કબૂલાત કરવાથી જ મળી શકે તેમ હતી.”
.
આ દરમ્યાન અચાનક કૉસેટ ત્યાં આવી પહોંચી; તથા પોતાના બાપુજીને સીધા પોતાની પાસે આવવાને બદલે, આમ બહારના ઓરડામાં મેરિયસ સાથે ‘રાજકારણ’ ચર્ચવા બેસી રહેવા બદલ તેણે ભારે રૂસણું લીધું. મેરિયસ કંઈક સમજાવીને તેને બહાર જવાનું કહેવા ગયા એટલે તે। કૉસેટના પિત્તો છેક જ ગયા; અને તેણે પોતાના બાપુજીનું પોતાના ઘાતકી પતિ સામે ‘સંરક્ષણ ’ માગ્યું. છેવટે મેરિયસે તેને જેમ તેમ કરીને મનાવી જતાં જતાં તે એવી ધમકી આપતી ગઈ કે, તે ખૂબ જ ગુસ્સે તેનું બહુ માઠું પરિણામ એ બંને જણને ભાગવવું પડશે થોડી મિનિટોમાં જ!
પટાવીને બહાર કાઢી.
થઈ છે અને અને તે પણ
કૉસેટ ગઈ એટલે મેરિયશ બારણું અંદરથી બંધ કરીને માત્ર એટલું જ ગણગણ્યા, “બિચારી કૉસેટ ! ”
66
મેરિયસને મે ંએથી એ શબ્દો સાંભળતાં જ જીન વાલજીન ધ્રૂજી ઊઠયો. તે મેરિયસ સામે તાકીને જોઈ રહ્યો અને પછી બાલ્યા, કૉસેટ ! તે શું તમે આ બધું કૉસેટને કહેશે। ? હા, હા, કહેશેા જ ને ! પરંતુ જરા થોભા; મેં એ બાબતનો વિચાર જ નહતા કર્યા. મારામાં તમને બધું કહી દેવા પૂરતું બળ હતું. પણ કૉસેટને ? ના, ના, સાહેબ, મારાથી એ સહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org