________________
४४४
લે મિરાલ્ડ નથી, તો પછી આ બધું તમે મને કહો છો તેનું કંઈક બીજું જ કારણ હોવું જોઈએ. તે સાચું કારણ મને જણાવી દો, એટલે બસ.”
જીન વાલજીન મેરિયસના આ પ્રશ્નોથી જરા ઉશ્કેરાટમાં આવીને બોલ્યો : “સાચું કારણ? બીજું કારણ? સાચું કે બીજું કારણ એટલું જ છે, સાહેબ, કે અત્યાર સુધી હું જૂઠ ચલાવી રહ્યો હતો, તે કૉસેટના રક્ષણ માટે, કૉસેટના હિત ખાતર. હવે તેને મારા રક્ષણની જરૂર નથી, તેથી તેનું હિત વધુ પ્રેમાળ હાથોમાં સલામત છે; તો પછી હવે હું મારું જૂઠ વધુ સમય ચલાવું, તે મારા સુખ ખાતર, મારે પોતાને ખાતર – કૉસેટ પાસે રહેવા ખાતર મેં ચલાવ્યું કહેવાય. પણ મારો અંતરાત્મા એ જૂઠ વધુ લાંબો વખત ચલાવવાની ના પાડે છે. માત્ર બહારથી દેખીતી રીતે સુખી થવું બસ નથી; આપણો અંતરાત્મા પણ ખુશ થવો જોઈએ. હું મારી જાતને તમારાથી છપાવીને તમારી વચ્ચે આનંદથી રહી શકું, પણ મારા અંતરને હું મારા પોતાનાથી શી રીતે છુપાવી શકવાને હતો? મારા અંતરાત્મા તો હટ ક્ષણે, એ આનંદની ક્ષણોમાં પણ મને ટોક્યા કરે છે, આ લોકો તારા પ્રત્યે જે ઉમળકો કે પ્રેમભાવ દાખવે છે, તથા જેને તું જીવનના સર્વોત્તમ આશીર્વાદની પેઠે ઝીલ્યા કરે છે, તે બધું ખોટું છે. જો તારું સાચું સ્વરૂપ તેઓ જાણે, તે તેઓ તને તેમના ટેબલ પાસે તે શું, પણ ઘરને પગથિયે પણ ચડવા દે ખાં? તમારા નોકરો પણ મારી સાચી વાત જાણે, તે પછી મને લળી લળીને સલામ ભરે ખરા ? એ બધો તિરસ્કાર, એ બધું ધૂતકાર હું માત્ર જૂઠાણાને આશરો લઈને જ ટાળી શકું. પણ તે કરવાનું મને શો અધિકાર છે? કૉસેટને નિરાધાર અવસ્થામાં બીજા કોઈ માણસની પેઠે મેં રક્ષણ આપ્યું, તેટલા માટે તેના જીવનની આસપાસ કાયમને માટે મારા લાંછનને, મારા ગુનાને વીંટાળી રાખવાનો અધિકાર મને હેય ખરો? સાહેબ, હું તે સમાજની પણ બહારનો માણસ છું; મને કોઈ સદગૃહસ્થના ઘરમાં પેસવાનો અધિકાર જઠાણાથી જ મળી શકે.”
થોડું થોભીને તે જુસ્સામાં ને જુસ્સામાં જ બોલ્યો : “તમે મને પૂછયું કે, મારી તપાસ નથી થતી કે મારી ધરપકડ કરવા કોઈ પાછળ પણ નથી પડ્યું. પરંતુ, સાહેબ, મારો અંતરાત્મા જ મારી પાછળ પડ્યો છે, અને મને જંપવા દેતા નથી. એ અંતરાત્મા આગળ હલકો પડીને જ હું તમારી સૌની સમક્ષ પ્રતિષ્ઠા કે ગૌરવ ધારણ કરી શકું. પણ હવે તમારી આગળ હું હલકો પડયો છું, એટલે મારા અંતરાત્મા આગળ હું ગૌરવ સાથે ઊભો રહી શકીશ. હવે હું ખરેખર મારી પિતાની જાતને માન વંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org