________________
એકરાર !
૪૪૩ છું? ઈવરની સાક્ષીએ કહું તે, હરગિજ નથી. હું તે ફેવ૦ ગામને ખેડૂત છું. હું કઠિયારાને બંધ કરીને પેટ ભરતો હતે. મારું નામ કેશલ નથી, મારું નામ જીન વાલજીન છે, અને કૉસેટને હું કાંઈ જ સગે થતા નથી.”
“એને પુરાવો છે?” “હું જે કહું છું તે જ,”
મેરિયસે એ માણસ ઉપર તીક્ષ્ણ નજર ફેંકી. એ ગંભીરતાથી, સ્વસ્થતાથી શાંત ઊભો હતો. એવા માણસને એથી જૂઠાણું નીકળી શકે જ નહિ.
“હું તમારી વાત માની લઉં છું.” મેરિયસે ધીમેથી કહ્યું,
“કોસેટને હું કોણ થાઉં છું? કશું જ થતો નથી. દશ વર્ષ પહેલાં તો કોસેટના અસ્તિત્વની પણ મને ખબર ન હતી. હું તેને આત્મીયની જેમ ચાહું છું, એ વાત સાચી છે. એક નાનું બાળક પોતાને ઉછેરવાનું આવે, અને માણસ પોતે ઘરડો હોય, ત્યારે તે બાળકનાં મા, બાપ, ભાઈ થવા જતાં તેના ઉપર આત્મીયતા તે જાગે જ. તે છેક જ નિરાધાર હતી. તેને મારા આશરાની જરૂર હતી. બાળક કેટલું અસહાય હોય છે તે તો તમે જાણો છો. મારા જે પણ તેને રક્ષક થવું હોય તે થઈ શકે, અને હું તેને રક્ષક બન્યો. એ જો કોઈ પણ માણસ માટે સારું કૃત્ય કહી શકાય, તે તે કૃત્ય મેં કર્યું છે. આજે કૉસેટ હવે તમારો આશરો પામી, મારા હાથમાંથી છૂટી થાય છે. અમારા રસ્તા હવે જુદા પડે છે. હવે તેને માટે હું કાંઈ વિશેષ કરી શકે તેમ નથી. મારા જેવાના આશરામાંથી નીકળી, તમારા જેવાના આશરે આવવામાં કૉસેટનું હિત જ છે. મારા જેવાના આશરે કાયમ રહેવામાં તેને નુકસાન જ થાય. પેલા છ લાખ ક્રાંક બાબત પણ હું ચોખ્ખી – સાચી – વાત કહી દેવા માગું છું. એ પૈસાને મારા ગુનાઓ સાથે કશી લેવાદેવા નથી. એ પૈસા પવિત્ર છે અને મારા હાથમાં થાપણ તરીકે જ આવેલા છે. એ થાપણ હું જેમની તેમ યોગ્ય સ્થળે સેંપી દઈને છૂટો થાઉં છું, એટલું જ. એથી વિશેષ એ બાબત તમે મને પૂછશો પણ નહિ.”
મેરિયસ આ વખત બાઘાની પેઠે જ ઊભો રહ્યો હતે. છેવટે તે ચકીને જાગ્યો હોય તેમ બોલ્યો, “પણ તમે આ બધું શા માટે કહો છો? એ બધું તમે તમારા અંતરમાં ગુપ્ત પણ રાખી શક્યા હોત. તમારી કંઈ તપાસ થતી નથી કે તમારે માટે કઈ જાહેરાત પણ થઈ હોય તેમ જાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org