________________
૪૪૨
લે મિઝરાયલ કહ્યું, “ઍર, મારે તમને એક વાત કહેવાની છે, અને તે કહેવા માટે જ હું અત્યારે અહીં આવ્યો છું : હું એક નાસી છૂટેલો જૂનો ગુનેગાર છું!”
મેરિયસ આ અણધારી વાત અને જીન વાલજીનના ગંભીર ચહેરાની ભયંકરતાથી એકદમ તે જડસડ થઈ ગયો. જાણે તેના કાને કશું સંભળાયું જ નહિ.
જીન વાલજીને પોતાના હાથને ઝોળીમાંથી ખેંચી કાઢયો તથા અંગુઠા ઉપર વીંટેલો રૂમાલ ઉકેલી નાખ્યો. પછી ખુલ્લો અંગૂઠો બતાવીને તેણે કહ્યું : “જુઓ મારો અંગૂઠો તે સાજોસમ છે.”
મેરિયસ તે અંગૂઠા તરફ બાઘાની પેઠે તાકી રહ્યો.
જીન વાલજીને આગળ ચલાવ્યું, “હું તમારા લગ્નવિધિમાંથી પણ બને તેટલો દૂર જ રહ્યો છું તથા એને કાગળ ઉપર મારી સહી ન આવે તે માટે જ મેં વાગ્યું હોવાને બહાને મારા હાથ વીંટી રાખ્યો હતો.”
મેરિયસે તોતડાતે અવાજે પૂછયું, “પણ આ બધાને અર્થ શું છે?”
આનો અર્થ એટલો જ છે કે હું લશ્કરી વહાણ ઉપર ગુલામીની સજા પામેલો ગુનેગાર છું” જીન વાલજીને ઠંડે પેટે જવાબ આપ્યો.
તમે મને ગાંડો કરી નાખવા માટે જ આજે આવ્યા છે?” મેરિયસે અત્યંત ખિન્નતાથી સવાલ કર્યો.
“મ. પિન્ટમર્સી, મેં ઓગણીસ વર્ષ લશ્કરી વહાણ ઉપર સજા ભોગવી છે, ચોરી-ડાકાતીના ગુના માટે. પછી જીવનભર લશ્કરી વહાણ ઉપર કેદની સજા થઈ, તે પણ લૂંટ-ફાટના ગુનાસર; અને ફરીથી એ જ ગુનો કર્યો હોવાને કારણે. અત્યારે તે હું નાસી છૂટેલો કેદી છું.”
મેરિયસ એક લથડિયું ખાઈ ગયું. પરંતુ હવે આ વાસ્તવિકતા તરફ આંખ આડા કાન કર્યું ચાલે તેમ નહોતું. તેણે ગાંડાની પેઠે બૂમ પાડી, “બોલો, બોલે, કહી નાખો તમે જ કૉસેટના બાપુજી છોને?” આટલું કહી તે બે પગલાં પાછો હઠયો.
જીન વાલજીને ગૌરવપૂર્વક પિતાનું માથું ઊંચું કર્યું અને મક્કમ અવાજે જણાવ્યું, “મોર, હું કહું તે બધું સાચું માનવાની તમારે જરૂર છે. જોકે, મારા જેવો ગુનેગાર સોગંદપૂર્વક કંઈ કહે તે પણ ન્યાયની અદાલતમાં તેની કશી કિંમત નથી, તે હું જાણું છું.”
પછી થોડુંક ભીને તેણે ઈશ્વર સમક્ષ કોઈ પાપી પોતાના ગુનાનો એકરાર કરતો હોય તેવા ભાવભર્યા અવાજે જણાવ્યું : “હું કૉસેટનો બાપુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org