________________
આટલું બધું અજવાળું શાનું?
૪૭૯ વખત કેટલો જલદી દોડી જાય છે! મારાં સંતાને ! તમે બહુ રડતાં નહિં; હું બહુ દૂર નથી ચાલ્યો જવાને. હું તમને ત્યાંથી જેતે જ રહીશ. બેટા કૉસેટ, હવે તારી માનું નામ તને કહી દેવાનો સમય આવ્યો છે. તેનું નામ ફેન્ટાઈન હતું. જ્યારે જ્યારે તે નામ ઉચ્ચારે, ત્યારે ત્યારે તું ઘૂંટણિયે પડજે. તે ભગવાનના ઘરની શહીદ હતી. મારી પેઠે જ તને છેલ્લી વાર જોવા તે ઝંખતી હતી, પણ ઈશ્વરે મારા ઉપર જ તે કરુણા કરી; તે તે તને જોયા વિના જ મરણ પામી. પણ હવે મારાથી વધુ બોલાતું નથી. મારે તને રોજ મળવું હતું, પણ ન મળી શક્યો; એથી મારું હૃદય ભાંગી ગયું. પણ હવે એ બધું યાદ કરીને શું? આ શું થાય છે? આટલું બધું અજવાળું શાનું? પાસે આવો, હું બહુ સુખી થઈને વિદાય થાઉં છું. મારા હાથ તમારા બંનેના માથા ઉપર મૂકવા દો.”
રાત અંધારી હતી અને એક પણ તારો પ્રકાશ ન હતું. પણ એ ઘોર અંધારામાં એક મોટો દેવદૂત પાંખ ફેલાવીને આ આત્માને ઉપાડી જવા રાહ જોઈને ઊભે હતો.
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org