________________
મરિયસ પગલાં ભરે છે જેન્ડેટ મકાનમાંથી બહાર નીકળ્યો એટલે મેરિયસ તરત જ કબાટ ઉપરથી અવાજ કર્યા વિના નીચે ઊતરી ગયો. જેન્ડેટ કુટુંબની કાળી પ્રવૃત્તિઓથી તેનામાં જેમ કોઈ અગમ્ય ભય ઘેરાવા લાગ્યું હતું, તેમ જ, પિતે જેને પ્રેમ કરે છે તે વ્યક્તિને આવડી મોટી સહાય કરવાની તક પોતાને સાંપડી છે, એ ખ્યાલથી તેને એક જાતને ઊંડે આનંદ પણ થતો
હતે.
પણ હવે શું કરવું? તે લોકોને ખબર આપવી? પણ તેમના સરનામાની તેને કયાં ખબર હતી? બહાર રસ્તા ઉપર ઊિભા રહી મો. લેબ્લાન્કને અંદર આવતા રોકવા? પરંતુ એમ તે જોર્જેટ અને તેના મળતિયાઓ મેરિયસને જોઈ જ જાય અને આવી એકાંત નિર્જન જગાએ તરત જ તેને ઠેકાણે પાડી દે. એક તો વાગી ચૂકયો હતો અને હવે વચ્ચે પાંચ જ કલાક બાકી રહ્યા હતા.
એક જ વસ્તુ થઈ શકે તેમ હતી : તે તરત પિતાને સારો ડગલે તથા ટોપ પહેરી લઈ ગુપચુપ બહાર નીકળી ગયો,
હજુ તે શેરીની અધવચ પડઓ હવે અને એક નીચી દીવાલને ઘસાઈને ચાલતો હતો. એ દીવાલ વચ્ચે તૂટેલી હતી અને તેની બીજી બાજુએ એક ખેતર આવેલું હતું. વરસ બરફ ી તેનાં પગલા નો અવાજ દબાઈ જેતે હતે. તેવામાં તેને પોતાની બાજુમાં કોઈની વાતચીતનો અવાજ સાંભળો, જેણે ભવ ઉપરથી પાછળની બાજુ નજર કરી, .
એ માણસે ભીંતને પીઠ બાજુથી અઢેલીને બેઠા હતા. એક દાઢીવાળે હા અને બીજો જટિયાંવાળો જટિયાંવાળાએ દાઢીવાળાને કોણીનો હડસેલે મારીને કહ્યું, “પેટ્રન મિનેટ જેમાં ભળે, તેમાં કદી પાછા પડવાપણું હોય જ નહિ.”
તું એમ માને છે?” દાઢીવાળાએ પૂછ્યું.
“આપણા દરેકના ખીસામાં ઢગલો પૈસા પડ્યા જાણ! અને ખરાબમાં ખરાબ કાંઈ બને તે પાંચ વર્ષ, છ વર્ષ કે બહુમાં બહુ તો દશ વર્ષ. પણ હું તને કહું છું કે, એમાં કશું પાછા પડવાપણું છે જ નહિ. એ બુટ્ટા કાકા કાં તો ખતમ કે કાં તો ખાલી થઈ જ ગયા એમ માની લે!”
રેયસ તરત આગળ ચાલતો થયો. તેને ખાતરી થયા વિના ન રહી. કે, આ છેલ્લુંટના કાવતરાના જે તાંતણાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org