________________
પિન શિનેટ ગુના કરી લેવાનો અભળખે. કોઈ પણ ખરાબ વસ્તુ તેને બાળી રહે એટલે તેથી વધુ ખરાબની ભૂખ તેને જાગે. છેવટની ફેશનનાં મોંઘામાં છેલ્લાં કપડાં તેને પહેરવા જોઈએ; અને તેથી જ તે ખૂની બન્યો હતે. કોઈએ નાનપણમાં તેને કહ્યું હતું કે તું રૂપાળે છે, એટલે તેને ટાપટીપમાં રહેવાની ઇચ્છા થઈ. હવે, ટાપટીપમાં રહેવા માટે પહેલી અગત્યની શરત એ છે કે, કામકાજ ન કરવું. પરંતુ ગરીબ માણસે કામકાજ ન કરવું એનો અર્થ એ કે, તેણે ગુના કરવા! અઢારમે વર્ષે તે તેણે પોતાની ઉમર કરતાં બમણાં મડદાં પિતાની પાછળ રવડતાં કયાં હતાં.
આ ચાર જણ પોલીસના હાથમાંથી છટકવાની એક પરમ આવશ્યકતાને કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એકબીજાને પોતાનું નામ આપીને, યુક્તિઓ બતાવીને કે છુપાવાની જગા પૂરી પાડીને તેને પોલીસના હાથમાંથી છટકી શકયા હતા. અને તેથી તેમાં ચાર જ હોવા છતાં સરવાળે એ શ્રમ ઊભા થશે હવે કે તે એક મોટી ટળી છે. અલબત્ત, તેમના ધંધાના બીજા કેટલાય શાગિર્દો તેમની દોરવણી, તેમની ઓથ અને તેમનું નામ વાપરીને પિતાનું કામ સારી રીતે કાઢી લેતા; તથા કાંઈ નહિ તે તેમના માર્ગમાં આડે આવવાના ભારે અપરાધમાંથી તે બચી જતા. એટલે વસ્તુતાએ પૅરિસમાં થતા નાનામોટા બધા ગુનાઓ પાછળ એમ કહી શકાય ખરું કે એ ચારને જ હાથ નહિ તે પગ, અને પગ નહિ તે માથું તે હોય જ. આ બધા સંબંધથી પેલા ચારને પણ પિતાના કામમાં સગવડ મળતી, સુરક્ષિતતા મળતી, અને વધુ કીમતી તો એ કે, પોલીસની તેમ જ શિકારની માહિતી પણ મળતી. આ ચંડાળ ચેકડી “ પેટ્રન મિનેટ' નામે જાણીતી હતી. ગુનેગાર તથા પોલીસ એનું નામ જાણતા, એનાં કામ જાણતા, પરંતુ એને પોતાને કદી જાણતા નહિ.
અંધકારમાંથી સર્જયેલા અને અંધકારના જ અંગભૂત કહી શકાય એવા તેઓને આત્મા પણ અંધકારમય જ હતે. અને ડી ક્ષણ માટે જ તેમનું કારમું જીવન જીવી લેવા જાણે તેઓ અંધકારમાંથી છુટા પડીને પ્રકાશમાં ઓળારૂપ આકાર ધારણ કરતા.
આ કાળા ઓળાઓને દૂર કરવા માટે શું જોઈએ? પ્રકાશ! વડવાગોળ સવારના પ્રકાશને સામનો કરી શકતી નથી. સમાજના ભૂગર્ભોને પ્રકાશિત કરી મૂકો, એટલે આ બધા ઓળા અલોપ થઈ જશે.
જેટ પિતાના “લખપતિ' બનવા માટેના કાવતરા માટે આ ઓળાને સંપર્ક સાધી રહ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org