________________
મેરિયા પગલાં ભરે છે
૨૩૯ તેણે પાસેની દુકાનમાં જઈને પૂછયું કે, આ તરફના પોલીસના વડા અધિકારીનું મથક કયાં આવ્યું? - “ નંબર ૧૪, દ પિન્ટોઈ.” જવાબ મળ્યો. .
મેરિયસ ત્યાં જઈ પહોંચ્યો. રસ્તામાં તેણે બે સૂકી રોટ ખરીદીને ખાઈ લીધી. આજે ભજનનો વખત કે આવશે તેની કલ્પના આવી શકે તેમ નહોતું. ઈશ્વરને પણ તેની “અકળ કળા” માટે તેણે ધન્યવાદ આપી દીધા. સવારે જે તેણે ભગવાનના નામ ઉપર પિતાના પાંચ ફ્રાંક જેન્ડેટની છોકરીને દાન કરી દીધા ન હોત, તે પોતે ગાડી ભાડે કરીને મેં. બ્લાન્કની પાછળ જ દોડતો ફરતે હોત, અને જેટના કાવતરાની તેને ખબર જ ન પડી હોત!
નાંબર ૧૪, રૂ દ પિન્ટોઈ પહોંચતાં જ, તેણે દાદર ચઢ, વડા સાહેબને મળવાની ઈચ્છા દર્શાવી.
“તે સાહેબ તો અંદર નથી, પરંતુ તેમના વતી જવાબ પત ઇન્સ્પેકટર અંદર છે ખરા; તમારે બહુ ઉતાવળ હોય તે તેમને મળી શકો છો.” બહાર બેઠેલા ચપરાસીએ જવાબ આપ્યો.
મને ઇસ્પેકટર પાસે લઈ જ.”
ચપરાસી મેરિયસને એક ઓરડી પાસે લઈ ગયે. અંદર ઊંચા કદને એક માણસ પિતાના મેસ ઓવરકોટના કૉલરના બે ખૂણા પકડીને એક સગડી પાસે ઊભો હતે.
“કેમ, શું કામ છે?” “વડા સાહેબ નથી?” “તે ગેરહાજર છે, હું તેમના વતી જવાબ આપું છું.”
એક ભારે ખાનગી વાત છે.” બોલી નાખે.” “પણ બહુ અગત્યની છે.”
તો ઝટ બોલી નાખે.”
એ માણસનું છાલાપણું તેડું લાગે તેવું હતું, પણ સાથે સાથે એક પ્રકારની હિંમત ણ પૂરતું હતું. મેરિયસે પિતાના પરાક્રમની આખી વાત તેને કહી સંભળાવી : એક માણસ જેને તે માત્ર દીઠે જ ઓળખતા હતા, તેને આજે સાંજે ફસાવવા અને જરૂર પડટો ઝબ્બે કરવા એક કાવતરું રચાયું હતું. પોતે મેરિયસ પિન્ટમસ, વકીલ, સાથેના જ ઓરડામાં રહેતો હોવાથી ભીંનના બાકોરામાંથી બધું સાંભળવા પામ્યો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org